Intellectual Property નું સૌથી મોટું ચોર છે ચીન, અમેરિકાનો રિપોર્ટ

વોશિંગ્ટનઃ બૌદ્ધિક સંપદાની ચોરી કરનારા દેશોની યાદીમાં ચીન સૌથી આગળ છે. અમેરિકી સરકારે દુનિયાભરમાં બૌદ્ધિક સંપત્તિની ચોરી અને પેટન્ટનું ઉલ્લંઘન કરનારા દેશોની યાદી તૈયાર કરી છે. આમાં 11 દેશોને શામિલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભારતે પણ જગ્યા બનાવી છે.

અમેરિકાના US Trade Representative Office દ્વારા 2018 માટે પોતાની વાર્ષીક ‘Special 301’માં 11 દેશોનો ઉલ્લેખ કર્યો છે. આ દેશોનાં અલ્જીરિયા, આર્જેન્ટિના, ચિલી, ચીન, ભારત, ઈન્ડોનેશિયા, કુવૈત, રુસ, સઉદી અરબ, યૂક્રેન અને વેનેઝુએલા જેવા દેશોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર આ એવા દેશો છે કે જે અમેરિકાના વ્યાપારિક સહયોગી છે, પરંતુ બૌદ્ધિક સંપત્તિ સાથે જોડાયેલા અધિકારોને પ્રભાવી રીતે લાગુ નથી કરતા.

આ યાદીમાં પહેલા સ્થાન પર ચીન કાયમ છે, પરંતુ ભારત તેનાથી પાછળ નથી. ભારતને બીજું સ્થાન મળ્યું છે. રિપોર્ટ અનુસાર ભારતમાં  Intellectual Property ના ફ્રેમવર્કમાં લાંબા સમયથી ખામીઓ રહી છે. આ પેટન્ટને લઈને થનારી સમસ્યાઓ, કોપીરાઈટ, ટ્રેડ સીક્રેટ અને નિયમોને લાગૂ કરવા સુધીના ઘણા મુદ્દા છે, જેને લઈને આ બૌદ્ધિક સંપદાના માલિક અમેરિકી પરેશાન થઈ રહ્યા છે. ચીને છેલ્લા કેટલાક વર્ષમાં પોતાની કાયદો-વ્યવસ્થામાં બદલાવ કર્યા છે, પરંતુ ચીને અત્યારસુધી એવા કાયદા નથી બદલ્યા, જે ચીની કંપનીઓને વિદેશી કંપનીઓના ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી અધિકારોનું હનન કરવાની છૂટ નથી આપતું.

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર પાછળ ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી એક મોટો મુદ્દો છે. આ ટ્રેડ વોરને લઈને બંન્ને દેશોએ એકબીજા પર મોટો ટેરીફ લગાવી રાખ્યો હતો. બંન્ને દેશો વચ્ચે આ ટ્રેડ વોર ખતમ કરવા માટે થઈ રહેલી વાતચીતમાં ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીને લઈને ખૂબ તનાતની થઈ રહી છે.