ચીન અને અમેરિકાએ એકબીજાના રાજદ્વારીઓ પર લગાવ્યો પ્રતિબંધ

બિજિંગઃ અમેરિકાએ પોતાના રાજદ્વારીઓ પર પ્રતિબંધ લગાવ્યા પછી ચીને પણ જવાબી કાર્યવાહી કરી છે. તેણે પણ અમેરિકી રાજદ્વારીઓ પર કેટલાય પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. ચીને શુક્રવારે જણાવ્યું છે કે દેશમાં અમેરિકી રાજદ્વારીઓ વિરુદ્ધ કેટલાય પગલાં ભરાયાં છે. તેમાં સ્થાનિક અધિકારીઓને મળ્યાં પહેલાં હવે વિદેશ મંત્રાલયને જણાવવું પડશે. અમેરિકાએ પણ ગત ઓકટોબરમાં ચીની રાજદ્વારીઓને આદેશ કર્યો હતો કે અમેરિકામાં કોઈપણ અધિકારીને મળવા અને કોઈપણ કોલેજ કે રીસર્ચ ઈન્સ્ટિયૂટમાં જતા પહેલાં વિદેશ મંત્રાલયને જણાવવું પડશે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે કહ્યું છે કે ચીને નવા પગલાંની જાણકારી અમેરિકી દૂતાવાસને આપી દીધી છે. આ પગલાં ચીને રાજદ્વારીઓ પર અમેરિકી પ્રતિબંધના જવાબમાં લીધા છે. અમે ફરીથી આગ્રહ કરીએ છીએ કે અમેરિકા પોતાની ભૂલોને સુધારી લે અને નિયમો રદ કરી નાંખે. અમેરિકાએ ચીનના આ પગલાંને પારસ્પરિક ગણાવ્યું છે. પ્રવકતા ચુનયિંગના કહેવા અનુસાર અમેરિકી રાજદ્વારીઓએ કોઈપણ ચીની અધિકારીને મળવા માટે તે વિદેશ મંત્રાલયને કામકાજના પાંચ દિવસ પહેલા જાણ કરવી પડશે.

હોંગકોંગના લોકતંત્ર સમર્થક આંદોલનકારીઓના પક્ષમાં એક કાયદો બનાવ્યાં પછી અમેરિકી સાંસદે વીતેલા મંગળવારે ઉઈગર માનવાધિકાર નીતિ વિધેયકને મંજૂરી આપી હતી. સંસદના નીચલા સદન પ્રતિનિધિ સભામાં એકની સરખામણીએ 407 મતોથી પસાર કરાયેલ આ વિધેયકમાં અમેરિકા દ્વારા ચીનમાં નજરબંદ કરાયેલા 10 લાખ ઉઈગર મુસ્લિમો અને અન્ય મુસ્લિમ અલ્પસંખ્યકો સુધી સંસાધનો પહોંચાડવાની દરખાસ્ત કરી છે. બિલ સેનેટની પહેલા પાસ થઈ ચુક્યું હતું. આ બિલને મંજૂરી આપવાની વિરુદ્ધમાં ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું છે કે અમેરિકાના આ પગલાંએ અમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપનું એક વધુ ઉદાહરણ છે. ચીનની સંસદે વિદેશી મામલાની સમિતિનું કહેવું છે કે આ બિલ પાસ કરતાં અમેરિકાએ શિનજિયાંગ પ્રાંતમાં આતંકવાદનો સામનો કરવા અને માનવાધિકારોની રક્ષા માટે પોતાની આંખો મીંચી લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]