‘લોકતંત્ર માટે ચીન વૈશ્વિક ખતરો, બિજીંગના દબાવનો સામનો કરી રહ્યું છે તાઈવાન’

તાઈવાન- તાઈવાનના પ્રમુખ સાઈ ઈન્ગ વેને ચીનને લોકતંત્ર માટે વૈશ્વિક ખતરો ગણાવ્યું છે. અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાની સ્વતંત્રતા માટે શક્તિશાળી પડોશી દેશ ચીન ઉપર દબાણ લાવવા વિનંતી કરી છે. આ વાત તાઈવાનના પ્રમુખ સાઈ ઈન્ગ વેને એક મુલાકાત દરમિયાન જણાવી હતી. સાઈએ જણાવ્યું કે, તાઈવાન બિજીંગના અતિશય દબાણનો સામનો કરી રહ્યું છે.તાઈવાનના પ્રમુખ સાઈ ઈન્ગ વેને ચીનની વિસ્તારવાદી નીતિઓથી રક્ષણ માટે વિશ્વના અન્ય દેશોને તાઈવાનનો સહકાર આપવા આગ્રહ કર્યો છે. તાઈવાનના પ્રમુખે કહ્યું કે, ‘આ પડકાર માત્ર તાઈવાન માટે જ નથી, પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે પણ છે કારણકે આજે તાઈવાન ચીનની નીતિઓનો સામનો કરી છે, પરંતુ ભવિષ્યમાં અન્ય દેશોને પણ ચીનના વધતા પ્રભાવનો સામનો કરવો પડી શકે છે’. વધુમાં સાઈ ઈન્ગ વેને કહ્યું કે, ‘ચીનના લીધે તેમની ક્ષેત્રીય સ્વતંત્રતા, વેપાર કરવાની સ્વતંત્રતા અને લોકતંત્ર પ્રભાવિત થશે’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]