ચીન: ઈન્ટરપોલના પૂર્વ પ્રમુખે લાંચ લીધી હોવાનો ગુનો કબૂલ્યો

પેઈચિંગ- ઈન્ટરપોલના પૂર્વ પ્રમુખ મેન્ગ હોન્ગવેઈ (65) એ 21 લાખ ડોલરની લાંચ લીધી હોવાનું સ્વીકાર્યું છે. ચીનની સરકારી મીડિયાએ જાણાવ્યું કે, કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન મેન્ગે તેમનો ગુનો કબુલ્યો હતો. સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને આ મામલે હવે અદાલત દ્વારા નક્કી કરાયેલી તારીખે સજા સંભળાવાશે.

તિયાનજિનની એક અદાલતે કહ્યું કે, મેન્ગે સુનાવણી દરમિયાન તેમણે કરેલા ગુના પર અફસોસ વ્યક્ત કર્યો હતો. મેન્ગને 2016માં ઈન્ટરપોલના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા, પરંતુ તેમના 4 વર્ષના કાર્યકાળને ત્યારે ઘટાડવામાં આવ્યો જ્યારે ગત વર્ષે ઓક્ટોબરમાં ચીની અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી. એ સમયે તે ચીનીના નાયબ જન સુરક્ષા પ્રધાનોમાંથી એક હતાં.

મેન્ગ ને ચીને આ વર્ષે એપ્રિલમાં લાંચ લેવાના આરોપમાં ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. ચીને માર્ચમાં મેન્ગને ભ્રષ્ટાચારના આરોપને પગલે તેમના તમામ અધિકારિક પદો પરથી બર્ખાસ્ત કરી દીધા હતા અને સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી પણ કાઢી નાખ્યા હતાં. કેન્દ્રીય સેન્ટ્રલ શિસ્ત નિરીક્ષણ આયોગે મેન્ગ પર આરોપ લગાવ્યો કે તેમણે ખાનગી હિતો માટે પદ અને પાવરનો દૂરપયોગ કર્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]