ચીનમાં ભારે તબાહી મચાવી શકે છે આ તોફાન, જાહેર કરાયું રેડ એલર્ટ…

શાંઘાઈઃ ચીનમાં ચક્રવાતી તોફાન લેકીમાને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધનારુ આ તોફાન અત્યારે તાઈવાનમાં તબાહી મચાવી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાલે એટલે કે શનિવારે સવારે આ ચીનના જેજીયાંગ પ્રાંત પહોંચી જશે. આ વિસ્તારોમાં એરપોર્ટ પર વિમાનોની ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે. આ સીવાય દરેક બાજુ બજાર બંધ કરી દેવામાં આવ્યા છે. ચારે બાજુ અફરા-તફરીનો માહોલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ વિસ્તારમાં વર્ષ 2014 બાદ અહીંયા સૌથી ખતરનાક તોફાન છે. તાઈવાનના આશરે 40 હજાર ઘરોમાં વિજળીનો સપ્લાય કાપી નાંખવામાં આવ્યો છે. સ્કૂલ અને માર્કેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વિસ્તારમાં આશરે 900 મિલીમીટર સુધી વરસાદ વરસી શકે છે. ઘણી જગ્યાએ વરસાદની પણે ચેતવણી આપવામાં આવી છે.

તાઈવાનથી આશરે 300 ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી છે. આ સીવાય બેજિંગમાં પણ ઘણી ફ્લાઈટ્સને રદ્દ કરી દેવામાં આવી છે. આ સીવાય અહીંયા ટ્રેન સર્વિસ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. બીજીબાજુ શાંઘાઈમાં ભારે વરસાદને લઈને આશરે 16 હજાર ઘરોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આવતા સપ્તાહે તોફાન જાપાનમાં તબાહી મચાવી શકે છે.