ચીને 2019 માં કુલ 10 ઉપગ્રહ લોન્ચ કર્યા

બેજિંગઃ ચીને આ વર્ષે 2019 માં કુલ 7 રોકેટોથી 10 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું. જૂન 2020 પહેલા ચીન અન્ય બે ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશે, જેનાથી પેઈતો નંબર 3 સિસ્ટમનું નિર્માણ પૂરું થશે. 2035 માં ચીન પેઈતો સિસ્ટમના કેન્દ્ર વાળી રાષ્ટ્રીય સમગ્ર નેવિગેશન સિસ્ટમની સ્થાપના કરશે અને પેઈતોની ઉચ્ચ ગુણવત્તા વાળા નિર્માણના વિકાસને સાકાર કરશે.પેઈતો નેવિગેશન ઉપગ્રહ સિસ્ટમના પ્રવક્તા, ચીની ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમના હેડ ઓફ ધ મેનેજિંગ ઓફિસ રેઈ છનછીએ કહ્યું કે, તાજેતરમાં પેઈતોની બેઝિક પ્રોડક્ટને વિશ્વના 120થી વધારે દેશો અને ક્ષેત્રોમાં નિર્યાત કરવામાં આવી છે. આસિયાન, દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા, અને આફ્રિકા સહિતના ક્ષેત્રોમાં પેઈતોનો સફળ પ્રયોગ કરાયો છે.

ઉદ્યોગ ઈન્ટરનેટ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ગાડી નેટરવર્કિંગ, સહિત નવા ક્ષેત્રોમાં ઓટો ડ્રાઈવ, ઓટો પાર્કિંગ અને ઓટો લોજિસ્ટિક્સ સહિતના પ્રયોગ થાય છે. 5જી યુગના આગમનથી પેઈતો નવી ટેક્નોલોજીને સાથે લઈને પ્રયોગ કરવામાં આવશે.