અમેરિકાથી સંબંધો બગડ્યા બાદ બ્રિક્સ દેશો સાથે સહકાર વધારવાની તૈયારીમાં ચીન

0
1341

બિજીંગ- ટ્રેડ વૉરને કારણે અમેરિકા સાથેના વણસી રહેલા સંબંધઓને કારણે હવે ચીન બ્રિક્સ દેશો સાથે સહકાર વધારવા પ્રયાસ કરી રહ્યું છે. આ માટે ચીને બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા સાથેના તેના સહકારને વધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. અમેરિકા સાથેનું ટ્રેડ વૉર ગંભીરરુપ લેવાને કારણે હવે ચીન તેના સહયોગી દેશો સાથે સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યું છે.અમેરિકાનું નામ લીધા વગર ચીનના સહાયક વિદેશપ્રધાને જણાવ્યું કે, કેટલાક વિકસિત દેશોની બદલાઈ રહેલી નીતિઓથી ઉદભવેલા પડકારોના જવાબમાં ચીન બ્રિક્સ દેશોના ભાગીદારો સાથે માઈક્રોઈકોનોમિલ પોલીસી ઉપર સમન્વય વધારવા પર ભાગ મુકશે.

ઉલ્લેખનીય છે કે, ચીનના સહાયક વિદેશપ્રધાને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વૉર માટેના નિર્ણય અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત કરવામાં આવતી અબજો ડોલરની કીમતની વસ્તુઓ પર ભારે ટેક્સ નાખીને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે.

ચીનના સહાયક વિદેશપ્રધાને જણાવ્યું કે, અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું કોઈ જ સમ્માન કરતું નથી. જ્યારે વૈશ્વિક બજારને લઈને બ્રિક્સ ગ્રુપના બધા જ દેશોનું વલણ સ્પષ્ટ અને એકસમાન છે.