ટ્રેડ વોરથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે ચીન, હજારો કંપનીઓ ચીન છોડી રહી છેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચીન છેલ્લા ઘણા દશકોમાં સૌથી ખરાબ વર્ષમાંથી પસાર થઈ રહ્યું છે અને આના કારણે તે વ્યાપારિક સમજૂતી કરવા ઈચ્છે છે. જો કે તેમણે કહ્યું કે તે વ્યાપાર સમજૂતી માટે તૈયાર નથી. અમેરિકા ચીનના 250 અબજ ડોલરના સામાન પર 25 ટકા વધારે શુક્લ લગાવી ચૂક્યું છે.

આગવા મહીનાથી ચીનના શેષ 300 અબજ ડોલરના સામાન પર પણ વધારે 10 ટકા જેટલો શુલ્ક પ્રભાવી થવાનો છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે ચીન સમજૂતી કરવા ઈચ્છે છે. આ ઘણા દશકોમાં તેમની સૌથી ખરાબ સ્થિતી છે. આ સ્થિતી વધારે ખરાબ થવાની છે. હજારો કંપનીઓ ચીન છોડી રહી છે. તેઓ સમજૂતી કરવા ઈચ્છે છે. પરંતુ હું સમજૂતી માટે તૈયાર નથી.

બંન્ને દેશો વચ્ચે ગત વર્ષે નવેમ્બરમાં વ્યાપાર વાર્તા શરુ થઈ હતી. અત્યાર સુધી બંન્ને પક્ષો વચ્ચે ઘણા દોરની વાતચીત થઈ ચૂકી છે પરંતુ કોઈ સાર્થક પરિણામો સામે નથી આવ્યા. જો કે બંન્ને દેશો વચ્ચે નવેમ્બરમાં વાર્તા શરુ થયા બાદ 100 દિવસની અંદર સમજૂતી પર પહોંચવા માટે સહમતી બની હતી.

આ પહેલા આ જ સપ્તાહે અમેરિકાએ ચીનને મુદ્રામાં હેરફેર કરનારો દેશ જાહેર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જો તેમની ચિંતાઓને દૂર કરવાની દિશામાં પગલા ન ભરવામાં આવ્યા તો તે ચીન વિરુદ્ધ વધારે કડક કાર્યવાહી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]