ટોરેન્ટોમાં રેસ્ટોરન્ટ પાસે અંધાધૂંધ ફાયરિંગમાં એકનું મોત, 14 ઘાયલ, શૂટર ઠાર

ટોરેન્ટો- કેનેડાના ટોરેન્ટો શહેરના ગ્રીકટાઉન વિસ્તારમાં એક અજાણ્યા શખ્શે રેસ્ટોરન્ટ પાસે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 14 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. જેની હાલત નાજુક જણાવાઈ રહી છે. ટોરેન્ટો પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા શખ્શનું પણ મોત થયું છે.ટોરેન્ટોના સ્થાનિક પત્રકારે તેના ટ્વીટર એકાઉન્ટ પર ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં હુમલાખોર ફાયરિંગ કરતો દેખાઈ રહ્યો હોવાનું પત્રકારે જણાવ્યું છે. હુમલાખોરે કાળા રંગના કપડા પહેર્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ ગ્રીકટાઉનમાં આવેલા એક રેસ્ટોરન્ટમાંથી સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યે પાલીસને ફોન આવ્યો હતો. જેમાં ત્યાં પહોંચવા જણાવવામાં આવ્યું હતું. ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ તેમણે લગભગ 25 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો.ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાંકની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે. જેથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]