ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર અપાવવા અમેરિકન સંસદનો પ્રયાસ, નોમિનેશન મોકલાયું

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તે માટે અમેરિકન સંસદ પ્રયાસ કરી રહી છે. યુનાઈટેડ સ્ટેટ્સ પીપલ્સ એસેમ્બલીના 18 રિપબ્લિકન સાંસદોએ પોતાના દેશવતી નોબેલ શાંતિ પુરસ્કારના નોમિનેશન માટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ઔપચારિક રીતે નામાંકિત કર્યા છે.નોબેલ સમિતિને મોકલવામાં આવેલા પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક સાંસદોએ આગ્રહ કર્યો છે કે, ટ્રમ્પને વર્ષ 2019 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે કારણકે, તેમણે કોરિયન ટાપુને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવા અને આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.

આ પત્ર પર કેટલાંક એવા સાંસદોએ હસ્તાક્ષર કર્યાં છે, જેઓ અમેરિકાના વિભિન્ન રિપબ્લિકન પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં સેનેટર અને ગવર્નર જેવા પદ માટે આગામી સમયમાં ચૂંટણી લડશે. નોબેલ ફાઉન્ડેશનના નિયમ અનુસાર કોઈ પણ નોમિનેશનને ત્યારે માન્ય ગણવામાં આવે છે, જ્યારે તેને કોઈ સાર્વભૌમ રાષ્ટ્રની રાષ્ટ્રિય સ્તરની સંસદ, કેબિનેટ પ્રધાન અથવા વર્તમાન પ્રેસિડેન્ટ દ્વારા મોકલવમાં આવ્યું હોય.

ડોનાલ્ડ ટ્રમ્પને જો વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે તો તેઓ આ સન્માન મેળવનારા અમેરિકાના પાંચમા પ્રેસિડેન્ટ બનશે. આ પહેલાં બરાક ઓબામાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]