બ્રિટિશ સાંસદ નજીરે કહ્યું જેટલી પછી હવે PM મોદીનો વારો છે, તીખી આલોચના…

લંડનઃ બ્રિટિશ સંસદના ઉચ્ચ સદન હાઉસ ઓફ લોર્ડમાં આજીવન સદસ્ય નિયુક્ત કરવામાં આવેલા પ્રથમ સાંસદ લોર્ડ નજીર અહમદના વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલા વિવાદિત ટ્વીટથી સોશિયલ મીડિયાનો માહોલ ગરમ બન્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલી, પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન બાબૂ લાલ ગૌર, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરનું એક વર્ષમાં અવસાન થયું. તેમણે કહ્યું કે હવે નરેન્દ્ર મોદીનો નંબર છે.

પાકિસ્તાનમાં જન્મેલા લોર્ડ નજીર અહમદે ટ્વીટ કર્યું, વિપક્ષના બીજેપી પર થયેલા જાદૂટોણાં, તંત્રમંત્રના દાવા વચ્ચે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલી, પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન બાબૂ લાલ ગૌર, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પારિકરનું છેલ્લા એક વર્ષમાં અવસાન થયું, હવે નરેન્દ્ર મોદીનો નંબર છે.

નજીર અહેમદના આ આપત્તિજનક ટ્વીટ બાદ ટ્વિટર પર લોકોએ એકદમ આકરી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજૂએ ટ્વીટ કરીને કહ્યું કે આ પ્રકારના બ્રિટિશ પ્રબુદ્ધ વર્ગ વચ્ચે હું નથી સમજી રહ્યો કે આ ધરતી પર કેવા કેવા લોકો આવી ગયાં છે. શું આપ લોકોને મેનેજ કરીને હાઉસ ઓફ લોર્ડના સભ્ય બની ગયાં છો.

આપને જણાવી દઈએ કે બ્રિટનના હાઉસ ઓફ લોર્ડમાં શિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગના લોકોને સભ્ય બનાવવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાને નજીર અહમદના જ્ઞાન પર સવાલ ઉઠાવ્યો છે. આ એ જ લોર્ડ નજીર અહમદ છે કે જેમના પર 1970 ના દશકમાં એક બાળકી અને બાળક સાથે રેપનો પ્રયાસ અને યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. આ બન્ને બાળકો 13 વર્ષથી ઓછી ઉંમરના હતા. આ મામલાની તપાસ વર્ષ 2016માં શરુ થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]