બ્રિટનની સંસદે વડાપ્રધાન થેરેસા મે ના બ્રેગ્ઝિટ કરારને બીજીવાર ફગાવી દીધો

નવી દિલ્હીઃ બ્રિટનની સંસદે વડાપ્રધાન થેરેસા મે ના બ્રેક્ઝિટ કરારને બીજીવાર ફગાવી દીધો છે. આનાથી બ્રિટનના યૂરોપીય સંઘથી અલગ થવાની નક્કી તારીખથી બે સપ્તાહ પહેલા દેશ અનિશ્ચિતતાના દોરમાં ચાલ્યો ગયો છે. બ્રિટીશ સંસદના નિચલા સદન હાઉસ ઓફ કોમર્સે 242ના મુકાબલે 391 વોટોથી આ કરારને ફગાવી દીધો છે.

આ પહેલા બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મે દ્વારા બ્રેક્ઝિટ સમજૂતી પર પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોથી અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાની પ્રાથમિકતાઓને બાજુ પર મુકીને આ સમજૂતી પર એકજૂટ થાય. બ્રિટનને 29 માર્ચના રોજ 28 સદસ્યીય યૂરોપીય સંઘથી અલગ થવાનું છે પરંતુ ટેરીઝા મે આ સંબંધીત સમજૂતીને લઈને સંસદમાં સમર્થન પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

થેરેસા મે એ ગત મહિને પોતાની પાર્ટીના તમામ 317 સાંસદોને પત્ર લખીને અપીલ કરી હતી કે તેઓ પોતાની પ્રાથમિકતાઓને દરકિનાર કરે. તેમને ચેતવ્યા હતા કે જો બ્રિટન કોઈ સમજૂતી વગર ઈયૂથી બહાર નિકળે છે તો આનાથી આપણી અર્થવ્યવસ્થા અને આમજનના દૈનિક જીવન પર ખરાબ અસર પડશે. આનાથી દેશ અને યૂરોપીય સંઘમાં રોજગાર પર પ્રતિકૂળ પ્રભાવ પડશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જાન્યુઆરીમાં સમજૂતીને ફગાવી હતી અને આમાં ઠોસ બદલાવ ન થવાની સ્થિતીમાં મંગળવારે પણ આમ જ કરવાની આશંકા હતી. થેરેસા મે ની આ હાર બાદ બ્રિટનના સાંસદ આજે વોટ આપશે કે સમજૂતી વગત 29 માર્ચના રોજ ઈયૂને છોડવામાં આવે કે નહી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]