ગજબ કહેવાય: આ કંપનીમાં બોસ કર્મચારીઓના પગ ધૂએ છે

બેજિંગ:  જ્યાં તમે કામ કરતાં હોય ત્યાં તમને સારું કામ બદલ પ્રોત્સાહન મળે, ટાર્ગેટ પુરો કરવા બદલ કંપની બોનસ આપે તેવી વાતો સાંભળી હશે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે જેમાં એક કોસ્મેટિક કંપનીની બે મહિલા અધિકારીઓએ સારું કામ કરનાર પોતાના 8 કર્મચારીઓના પગ ધોઈ તેમનું સમ્માન કર્યું છે.

આ ઘટના ચીનમાં બની છે. રિપોર્ટ અનુસાર કર્મચારીઓનું સમ્માન કરવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કર્મચારીઓના પગ ધોવા ઉપરાંત કંપનીના મહિલા અધિકારીએ તેમનું હાથ જોડી અભિવાદન કર્યું હતું. આ સમ્માન એટલા માટે કરવામાં આવ્યું કે કર્મચારીઓએ તેમનો ટારગેટ પૂરો કર્યો હતો. કર્મચારીઓએ કંપનીએ આપેલા ટારગેટ કરતાં વધારે સેલ કર્યું હતું. તેનાથી કંપનીને મોટો ફાયદો થયો હતો.

કંપનીનું કહેવું છે કે કર્મચારીઓને અવોર્ડ ઓફ ધ યર તો બધા આપતા હોય પરંતુ આ રીતે સમ્માન કરો કરતું નથી. આમ કરવાથી કર્મચારીઓનો ઉત્સાહ વધશે અને તેઓ આગળ વધારે સારું કામ કરશે. જો કે આ કામની કેટલાક લોકો આલોચના પણ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, સુરતની હીર કંપની હરે કૃષ્ણા એક્સપોર્ટ્સે પણ તેમના કર્મચારીઓને થોડા વર્ષો અગાઉ આવી જ રીતે સમ્માન આપ્યું હતું. કંપનીએ લગભગ 1260થી વધુ કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને ફ્લેટ આપ્યા હતા. એટલું જ નહીં આની સાથે જ કંપનીએ લગભગ 400 કર્મચારીઓને ફ્લેટ ખરીદવામાં પણ મદદ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]