વિનાશથી બચવા દુનિયાએ કરવું પડે આટલું બજેટ, પર્યાવરણ જતન માટે સલાહ

0
994

નવી દિલ્હીઃ ધરતીની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીને બચાવવા માટે દુનિયાએ દર વર્ષે 100 અબજ ડોલર એટલે કે 7 લાખ કરોડ રુપિયા ખર્ચ કરવા પડી શકે છે. આ પ્રકારની વાત એ વૈજ્ઞાનિકોએ કરી છે કે જેઓ ધરતી પર અત્યાર સુધી થયેલી વિલુપ્તિઓનું અધ્યયન કરી ચૂક્યાં છે. એક મહિના પહેલાં આ વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરવામાં આવેલા  ‘A Global Deal for Nature’ રિપોર્ટ અનુસાર જો ધરતીના જીવજંતુઓને વિલુપ્ત થતાં બચાવવા હશે, તો આખી દુનિયાએ એકસાથે મળીને કામ કરવું પડશે અને તે માટે વાર્ષિક 100 બિલિયન ડોલર જેટલો ખર્ચ આવી શકે છે.

તાજેતરમાં જ વૈજ્ઞાનિકો દ્વારા મળીને લખવામાં આવેલા રિપોર્ટ Intergovernmental Science-Policy Platform on Biodiversity and Ecosystem Services માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પૃથ્વી પરથી જીવો અને વનસ્પતિઓની કરોડો પ્રજાતિઓ વિલુપ્ત થઈ રહી છે અને આના માટે મૂડીવાદ જવાબદાર છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ફર્ટીલાઈઝેશન અને એકલ કૃષિ પદ્ધતિઓને લઈને પૃથ્વીના 23 ટકા જમીન ભાગની ઉર્વરતા ખતમ થઈ ગઈ છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે સરકારો દ્વારા જીવાશ્મ ઈંધણ પર આપવામાં આવતી 345 અબજ ડોલરની વાર્ષિક સબસીડીને લઈને વૈશ્વિક રીતે 5 લાખ ડોલરનું નુકસાન થાય છે, કારણ કે જમીનની નીચેથી ઈંધણ કાઢવામાં પણ ધન ખર્ચ થાય છે અને પ્રાકૃતિક સંપદા પણ ખતમ થાય છે.

મનુષ્યની ગતિવિધિઓને લઈને 75 ટકા જમીન અને 66 ટકા મહાસાગરોમાં અત્યાધિક પરિવર્તન આવ્યું છે. આવનારા કેટલાક દશકોમાં જ કરોડો પ્રજાતિઓની વિલુપ્તિનું સંકટ મંડરાઈ રહ્યું છે. જો સમય જતાં એક્શન ન લેવામાં આવ્યાં તો 40 ટકા એંફીબિયન પ્રજાતિઓ, એક તૃતિયાંશ જલીય સ્તનપાયી અને રીફ બનાવનારી એક તૃતિયાંશ કોરલ વિલુપ્ત થઈ જશે. 1970 થી અત્યારસુધી જંગલોને કાપવાથી લાકડા પ્રાપ્ત કરવામાં 45 ટકાની વૃદ્ધિ થઈ છે. દર વર્ષે દુનિયાના જલીય સ્ત્રોતોમાં 40 કરોડ ટન ઝેરીલી ગંદકી વહી જાય છે.

પૃથ્વી પર ઉપસ્થિત જીવજંતુઓ અને વનસ્પતિઓની વિભિન્ન પ્રજાતિઓને વિલુપ્તીથી બચાવવા લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 22 મેના રોજ આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે આની થીમ છે “ આપણી જૈવવિવિધતા, આપણું ભોજન, આપણું આરોગ્ય”.