જુલાઈમાં અંતરિક્ષ યાત્રા પર જશે અબજપતિ રીચર્ડ બ્રેન્સન…

લંડનઃ બ્રિટિશ અબજપતિ રીચર્ડ બ્રૈન્સન જલ્દી જ પોતાના વર્જિન ગૈલેક્ટિક અંતરિક્ષ યાનથી અંતરિક્ષની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે. એર એન્ડ સ્પેસ મ્યૂઝિયમમાં વર્જિન ગેલેક્ટિકના સન્માન સમારોહ દરમિયાન બ્રેન્સને આમ જણાવ્યું હતું.

વર્જિન ગેલેક્ટિક અને બ્લૂ ઓરિજિન બે એવી કંપનીઓ છે કે યાત્રીઓને અંતરિક્ષની યાત્રા પર મોકલવાની દિશામાં કામ કરી રહી છે. જો કે લોકોની યાત્રા માત્ર થોડી મીનીટો માટેની જ હશે. કંપની યાત્રીઓને તમામ ઓર્બિટલ ઉડાનો પર મોકલવાની યોજના બનાવી રહી છે જેથી લોકો અંતરિક્ષા યાત્રાની મજા લઈ શકે. સબઓર્બિટલ ઉડાનો અંતર્ગત અંતરિક્ષ યાન પૃથ્વીની કક્ષાનું ચક્કર નહી લગાવે.

માનવામાં આવી રહ્યું છે કે મિશન વર્ષ 2023 સુધી જાપાની અબજપતિને અંતરિક્ષ યાત્રા પર મોકલનારા સ્પેસએક્સના મિશનથી સસ્તાં હશે.

ભારત અંતરિક્ષમાં પોતાના પ્રથમ માનવ મિશનના સ્વપ્ન સાકાર કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સ્વતંત્રતા દિવસ પર ગગનયાન પરિયોજનાની જાહેરાત કરી હતી. આ અનુસાર, ઈસરો ડિસેમ્બર 2021માં અંતરિક્ષમાં પ્રથમ માનવ મિશન મોકલશે. આમાં વૈજ્ઞાનિક સાથે એક સામાન્ય નાગરિકને પણ જવાની તક મળશે. ઈસરોના અધ્યક્ષ ડો. સિવને જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અંતરિક્ષમાં કોઈ મહિલા વૈજ્ઞાનિક જાય. આ અમારું લક્ષ્ય છે. અમે પુરુષ અને મહિલા બંને વૈજ્ઞાનિકોને પ્રશિક્ષિત કરીશું.

અંતરિક્ષમાં મોકલવા માટે ઈસરો નિયુક્તિ કરશે. સામાન્ય રીતે કોઈપણ સામાન્ય નાગરિક  અરજી કરી શકે છે. પસંદગી અને પ્રશિક્ષણની એક આખી પ્રક્રિયા કરવામાં આવશે. ત્યારબાદ માનવ મિશન પર મોકલવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]