અમેરિકન સદનમાં પાસ થશે આ પ્રસ્તાવ તો ભારતને મળશે આધુનિક હથિયાર

નવી દિલ્હી- ભારત અને અમેરિકા વચ્ચે હાલના સમયે રશિયન હથિયારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. અમેરિકન સેનેટના બે સાંસદોએ સદનમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે હેઠળ તેમણે ભારતને નાટોનું સભ્ય બનાવવાની વાત કરી છે, જેથી ભારતને સરળતાથી અમેરિકી હથિયારો વેચી શકે. જો આ પ્રસ્તાવ પાસ થઈ ગયો તો ભારતને અમેરિકા પાસેથી આધુનિક હથિયારો ખરીદવાનો રસ્તો સરળ બની જશે.

મહત્વની વાત એ છે કે, જે બંન્ને સાંસદોએ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેમાં માર્ક વોર્નર ડેમોક્રેટિક પાર્ટીના છે તો જોન કાર્નયેન રિપબ્લિકન પાર્ટીમાંથી આવે છે. આ પહેલા બંન્ને દ્વારા ભારતને અમેરિકાનું મહત્વપૂર્ણ સરંક્ષણ સહયોગી જાહેર કરવાની માગ કરી ચૂક્યા છે.

સાંસદોની આ માગ એવા સમયે સામે આવી છે જ્યારે આગામી સપ્તાહે વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. બંન્ને નેતાઓ જાપાનના ઓસાકામાં મળનારી G20 સમિટમાં દરમિયાન એકબીજા સાથે મુલાકાત કરશે. તો અમેરિકાના વિદેશ પ્રધાન મોઈક પોમ્પિયો ટુંક સમયમાં જ ભારતના પ્રવાસે આવે તેવી પણ શક્યતા છે.

મહત્વનું છે કે, ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં COMCASA કરાર થયેલા છે, જે હેઠળ સુરક્ષાની સાથે સાથે ટેકનિકલ લેવડ દેવડ પણ થાય છે. આ ઉપરાંત બંન્ને દેશો વચ્ચે BECA એટલે કે, બેસિક એક્સચેન્જ કોર્પોરેશન એગ્રિમેન્ટ અંગે પણ વાતચીત ચાલી રહી છે.

જો ભારતને નાટોનો દરજ્જો મળે તો ભારત,ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ કોરિયા જેવા દેશોની શ્રેણીમાં સામેલ થઈ જશે. ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દાઓ પર વાત કરનારા US INDIA સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમના પ્રમુખ મુકેશ અધિએ પણ અમેરિકાના સાંસદોના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, આવું કરવું ભારત અને અમેરિકાની મિત્રતાને વધુ મજબૂતી આપશે.

મહત્વનું છે કે, હજું આ પ્રસ્તાવને અમેરિકાના સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેસેન્ટેટિવ (ગવર્નર) બંન્ને સદનોમાં પાસ થવું જરૂરી છે ત્યાર બાદ જ લાગુ કરી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]