દુબઈમાં યોજાશે ભગવદ્ ગીતાનું મહત્વ દર્શાવતું પોસ્ટર પ્રદર્શન

દુબઈ- મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલુ સપ્તાહે દુબઈમાં શ્રીમદ ભગવદ્ ગીતના પ્રસંગો આધારીત એક પોસ્ટરોરૂપી પ્રદર્શન રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય આ પ્રદર્શન આગામી 4 જાન્યુઆરીથી શરુ થશે, જેમાં મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર પણ કરવામાં આવશે. સાથે જુદાજુદા પ્રકારના હસ્તકલા ધરાવતા ખાદીના ઉત્પાદનોનું પણ પ્રદર્શન યોજાશે.

દુબઈ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતવાસના જણાવ્યા અનુસાર મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતીના ઉજવણીના ભાગરૂપે ‘ગીતા ઈન્ટેલિજન્સ’ નામે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ દ્વારા જ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પોસ્ટર પ્રદર્શનમાં 500 વર્ષ જૂના ભારતીય શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણાવેલા જીવન,સફળતા, પૂર્ણતા માટે સતત પ્રયત્ન અને સમૃદ્ધ રણનીતિઓની એક ઝાંખી કરાવવામાં આવશે.