Covid-19 ની તપાસને સમર્થન કરવા ઓસ્ટ્રેલિયાનો આગ્રહ

સિડનીઃ વિશ્વ આખું કોરોના સામે અત્યારે લડી રહ્યું છે. વિશ્વના કેટલાય દેશોમાં અત્યારે લોકડાઉન છે. અને ઈટલી અને અમેરિકા જેવા દેશોની સ્થિતી તો અત્યંત ખરાબ છે. વિશ્વભરના દેશો કોરોના સામે અત્યારે પોત-પોતાની રીતે લડી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રોલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તમામ સભ્ય દેશોને કોરોના વાયરસ મહામારીની પ્રસ્તાવિત સ્વતંત્ર સમીક્ષાનું સમર્થન કરવું જોઈએ. ઓસ્ટ્રેલિયા કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે બેજિંગના સૌથી શક્તિશાળી ટીકાકારોમાંથી એક બની ગયું છે, મોરેસને વિશ્વના કેટલાક નેતાઓને આ વાયરસની ઉત્પત્તિ અને પ્રસારમાં એક આંતરરાષ્ટ્રીય તપાસનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો છે.