સંઘર્ષ બાદ શાંતિ તરફ આગળ વધી રહ્યા છે ઈઝરાયલ-પેલેસ્ટાઈન

ઈઝરાયલ- સરહદ પર પોતાના એક સૈનિકના મૃત્યુ પછી ઈઝરાયલે ગતરોજ ગાઝા પટ્ટી પર હુમલા શરુ કર્યા હતા. જોકે આ ખૂન-ખરાબા પછી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન ફરી એકવાર યુદ્ધવિરામ પર સહમત થયા છે. ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઈઝરાયલ વચ્ચે ગતરોજ સંઘર્ષ થયો હતો જેમાં હમાસના ત્રણ લડવૈયાઓ માર્યા ગયા હતા.ગાઝાના ઈસ્લામિક શાસક અને હમાસના પ્રવક્તાએ જણાવ્યું કે, આ પહેલા ઈજિપ્ત અને સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થી પછી યુદ્ધવિરામ અંગે કરાર કરવામાં આવ્યો હતો. અને આજે ફરી એકવાર બન્ને યુદ્ધવિરામ પર સહમત થયા છે. હમાસના પ્રવક્તા ફવઝી બરહમે એક નિવેદનમાં જણાવ્યું કે, એક સૈનિક સહિત કુલ 5 લોકોના મૃત્યુ પછી ફરીથી હમાસ અને ઈઝરાયલ યુદ્ધવિરામ માટે તૈયાર થયા હતા.

ફવઝી બરહમે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો બાદ અમે ફરી એકવાર ઈઝરાયલના નિયંત્રણ હેઠળના વિસ્તારો અને પેલેસ્ટાઇન જૂથો વચ્ચે અગાઉ કરેલા યુદ્ધવિરામ પર સહમત થયા છીએ.