ભવિષ્યમાં સરકારી ઓફિસમાં રોબોટ્સ કામ કરતા હશે

નવી દિલ્હીઃ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જમાનામાં આપણા બધા જ કામો સરળ થતા જઈ રહ્યા છે. આપણે 24×7 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ ડિવાઈઝ સાથે રહીએ છીએ. તમે ઘરમાં સ્માર્ટ ડિવાઈઝની મદદથી ઘણી વસ્તુઓને કંટ્રોલ કરી લો છો. આપણે ઘરોની લાઈટ અને ફેન ઓન-ઓફ કરવાથી લઈને પસંદગીનું મ્યૂઝિક સાંભળવા માટે સ્માર્ટ ડિવાઈઝનો ઉપયોગ કરો છો. આ સ્માર્ટ ડિવાઈઝ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)અને AR (ઓગ્મેંટેડ રિયલિટી) જેવા મશીન લર્નિંગ્સ ફિચર્સથી લેસ હોય છે. હવે મશિન લર્નિંગ ફિચર વાળું આ ડિવાઈઝ સરકારી કર્મચારીઓને રિપ્લેસ કરી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વીડોડોએ આ જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લેસ રોબોર્ટ્સને સરકારી કર્મચારીની જગ્યાએ રિપ્લેસ કરવાની વાત કહી છે.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકોએ સરકારી કર્મચારીઓને ટોપ 4 પૈકી બે પોઝિશનને આવતા વર્ષે ખતમ કરવાનો આગ્રહ કર્યો છે. આ બંન્ને પોઝિશન પર કર્મચારીઓની જગ્યાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળા રોબોર્ટ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઈન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વીડોડોએ સરકારના ટોચના અધિકારીઓને કહ્યું છે કે તેઓ પોતાની નવી ટર્મ દરમિયાન સરકારી માળખાને બદલવાના છે.

જો ઈન્ડોનેશિયન રાષ્ટ્રપતિના આ પ્રસ્તાવને સંસદમાંથી મંજૂરી મળી જાય તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લેસ રોબોર્ટ્સ ઘણા સરકારી વિભાગોના અકાઉન્ટન્ટ્સ, ડેટા એન્ટ્રી ઓફિસર્સની જગ્યા લઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લેસ રોબોર્ટ્સને આ પ્રકારની નોકરી માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની નોકરી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળા રોબોર્ટ્સ સક્ષમ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તમામ પ્રકારની ફાઈનાન્શિયલ જોબ્સ માટે હવે આ રોબોર્ટ્સનો સહારો લઈ શકાશે.