H-1 B વિઝાના નિયમો થશે વધુ કડક, ભારતીયોને થશે વધુ અસર

વૉશિગ્ટન– અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1 બીની અરજીની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફાર કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. પ્રસ્તાવિત નવા નિયમો મુજબ કંપનીઓએ હવે એડવાન્સમાં પોતાના પિટિશન્સને ઑનલાઈન રજિસ્ટ્રેશન કરવા પડશે.તેનો ઉદ્દેશ્ય અમેરિકાના આ લોકપ્રિય વર્ક વિઝાને ફકત સૌથી વધુ કુશળ અને સૌથી વધુ વેતનવાળા વિદેશી કર્મચારીઓને આપવા માંગે છે. અત્રે નોંધનીય છે કે ભારતીય આઈટી કંપનીઓ અને પ્રોફેશનલ્સની વચ્ચે એચ-1 બી વિઝા ખૂબ જ લોકપ્રિય છે. જાહેર છે કે એચ-1 બી વિઝ પ્રક્રિયામાં પ્રસ્તાવિત ફેરફારોમાં સૌથી વધુ ભારતીય પ્રોફેશનલ્સ પર અસર થશે.અમેરિકાની સંસદે એક વર્ષમાં એચ-1 બી વિઝાની મહત્તમ મર્યાદા નક્કી કરી રાખી છે. જે મુજબ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 65,000 એચ-1બી વિઝા ઈસ્યૂ કરી શકાય છે. જો કે અમેરિકામાંથી માસ્ટર ડીગ્રી લેનારા ઉચ્ચ શિક્ષણ મેળનારા વિદેશીઓ માટે અલગથી વાર્ષિક 20,000 એચ-1 બી વિઝા ઈસ્યૂ કરાય છે. જે 65,000ની સીમા કરતા વધારે છે. નવા નિયમો મુજબ USCIS ની પાસે આ અધિકાર સુરક્ષિત રહેશે. અમેરિકામા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા અરજી કરનારાઓને 65,000 વિઝા લીમીટમાં છૂટ આપવી કે નહીં.નવા પ્રસ્તાવ મુજબ નવા નિયમો અંગે શુક્રવારે જ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. જે અનુસાર એચ-1 બી વીઝા પર વિદેશી કામદારોની નિયુક્તિ કરનારી કંપનીઓએ હવે એડવાન્સમાં પોતે જાતે યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ(USCIS) પર ઈલેક્ટ્રોનિકલી રજિસ્ટર કરવું પડશે. તેમણે એડવાન્સમાં જણાવવું પડશે કે અમુક સમય મર્યાદામાં વિઝા માટે અરજી કરીશું.એચ-1 બી વિઝા એક નોન ઈમિગ્રેન્ટ વિઝા છે, જે અમેરિકામાં કાર્યરત કંપનીઓ વિદેશી કામદારોને નોકરી આપવા માટેની મંજૂરી આપે છે. અમેરિકામાં ટેક કંપનીઓ દર વર્ષે આ વીઝા પર ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને હાયર કરે છે. એચ-1 બી  વીઝા પ્રોગ્રામ 1990માં શરૂ કરવામાં આવ્યો હતો. જે અનુસાર અમેરિકી કંપનીઓ એન્જીનિયરિંગ અને આઈટી જેવા પ્રોફેશનમાં સ્ટાફની ખેંચને આવી રીતે પુરી કરે છે. ભારતીય પ્રોફેશનલોમાં એચ-1 બી વિઝા ખૂબ જ લોકપ્રિય છે. આ વિઝા મેળવનારા 4માંથી 3 વ્યક્તિ ભારતીય નાગરિક છે. અમેરિકાએ બહાર પાડેલ ઓકટોબરના સત્તાવાર રીપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2018માં અમેરિકામાં એચ-1 બી વિઝા મેળવનારાઓની સંખ્યા 4,19,637 હતી, જેમાં 3,09,986 ભારતીય મૂળના નાગરિક છે.