અમેરિકાએ આપી UN છોડવાની ધમકી, કહ્યું શાખ ગુમાવી ચુક્યું છે સંગઠન

વોશિંગ્ટન- સ્વિત્ઝરલેન્ડના જિનિવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ પાંચ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે. આ પ્રસ્તાવ પસાર કરાયા બાદ અમેરિકાએ જણાવ્યું કે, ‘હવે અમારી ધીરજ ખુટી રહી છે’. ઉપારાંત અમેરિકાએ UNમાંથી ખસી જવાની પણ ધમકી ઉચ્ચારી છે.અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ જણાવ્યું કે, ઈઝરાયલ માટે UNનું વલણ પક્ષપાતપૂર્ણ રહ્યું છે. જ્યારે આ સંગઠને ઉત્તર કોરિયા, ઈરાન અને સીરિયા જેવા દેશો વિરુદ્ધ ફક્ત ત્રણ પ્રસ્તાવો જ પસાર કર્યા છે. નિક્કી હેલીએ વધુમાં જણઆવ્યું કે, અમેરિકાની ધીરજ હવે ખુટી રહી છે. UN દ્વારા ઈઝરાયલ સામે ઉઠાવવામાં આવેલા પગલાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, જેને ખરેખર માનવાધિકારની તરફેણ કરવી જોઈએ એ સંગઠન તેની શાખ ગુમાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા ગત વર્ષથી જ 47 સદસ્યોના આ પરિષદમાંથી નિકળી જવાની ધમકી ઉચ્ચારતુ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આ પરિષદની સ્થાપના વર્ષ 2006માં વિશ્વમાં માનવાધિકારોને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણ માટે કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, આ પરિષદમાં શામેલ ઈસ્લામિક સહયોગ સંગઠનના સદસ્ય દેશોએ પરિષદમાં ‘એજન્ડા આઈટમ 7’ અંતર્ગત પાંચ પ્રસ્તાવ રજૂ કર્યા હતા, જે ઈઝરાયલ માટે ચિંતાજનક છે.