અમેરિકનો જોઇ રહયા છે ટ્રમ્પ પર મહાભિયોગની સુનાવણી

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત સાર્વજનિક સુનાવણી શરુ થઈ ચૂકી છે. ટેલીવિઝન કેમેરાની સામે થઈ રહેલી સુનાવણીની શરુઆત પ્રતિનિધિ સભાની ગુપ્ત મામલાઓની સંસદિય સમિતિના પ્રમુખ એડમ સ્કિફે કરી હતી.

તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર વ્યક્તિગત હિત અને રાજનૈતિક હિત સાધવા માટે અમેરિકાની વિદેશ નીતિના ઉપયોગના આરોપમાં યૂક્રેનમાં અમેરિકી રાજદૂત વિલિયમ ટેલર અને ત્યાં તૈનાત વિદેશ મંત્રાલયના અધિકારી જ્યોર્જ કેન્ટને સવાલો પૂછ્યા હતા. ટેલરે જણાવ્યું કે તેમના એક અધિકારીએ ટ્રમ્પનો ફોન સાંભળ્યો હતો જેમાં તેઓ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેન વિરુદ્ધ તપાસના સંબંધમાં યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કી સાથે વાત કરી રહ્યા હતા.

અમેરિકામાં અને તેની બહાર કરોડો લોકો આ સાર્વજનિક સુનાવણી વચ્ચે પ્રસારણને જોઈ રહ્યા છે. ટ્રમ્પે મહાભિયોગની પ્રક્રિયાને ફગાવી છે અને આને રાજનૈતિક બદલાની કાર્યવાહી ગણાવી છે. સાર્વજનિક સુનાવણી શુક્રવારના રોજ પણ થશે. અમેરિકામાં આ પહેલા 1868 માં તત્કાલીન રાષ્ટ્રપતિ એન્ડ્રૂ જોનસન, 1974 માં રિચર્ડ નિક્સન અને 1998 માં બિલ ક્લિન્ટન પર મહાભિયોગની કાર્યવાહી થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]