માલદીવમાં ચીનનો વધી રહેલો હસ્તક્ષેપ ચિંતાનો વિષય: અમેરિકા

વોશિંગ્ટન- છેલ્લા કેટલાક સમયથી માલદીવમાં બદલાયેલા રાજકીય સમીકરણો બાદ ચીનનો હસ્તક્ષેપ માલદીવમાં સતત વધી રહેલો જણાય છે. માલદીવમાં ડ્રેગનની વધી રહેલી ગતિવિધિઓના લીધે અમેરિકાની ઉંઘ પણ હરામ થઈ ગઈ છે. તો સામે પક્ષે ભારત માટે પણ ચીન ચિંતા ઉભી કરી રહ્યું છે.મહત્વનું છે કે, થોડા સમય પહેલાં માલદીના એક પૂર્વ પ્રધાને ચીન પર આરોપ લગાવ્યો હતો કે, ચીન માલદીવની જમીન પર કબજો જમાવી રહ્યું છે. જો આ સ્થિતિ પર જલદી કાબૂ નહીં મેળવવામા આવે તો માલદીવને તો નુકસાન છે જ. સાથે ભારત અને અમેરિકા બન્ને દેશો માટે ચીન વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.

પેન્ટાગનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા એક સ્વતંત્ર અને ખુલા ઈન્ડિયા-પેસિફિકના નિયમો માટે પ્રતિબદ્ધ છે. પરંતુ જ્યાં સુધી ચીનની વાત છે તો, માલદીવમાં ચીનનો હસ્તક્ષેપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. પેન્ટાગનના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ સ્થિતિ ભારત માટે તો ચિંતાનો વિષય છે જ. અમેરિકા પણ તેને ગંભીર મુદ્દો માની રહ્યું છે. આ સ્થિતિમાંથી કેવી રીતે ઉપાય મેળવી શકાય તે વર્તમાન સમયમાં અમેરિકા માટે પ્રમુખ મુદ્દો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]