ટ્રમ્પ બરાબર ફસાયા છે મહાભિયોગમાંઃ વિપક્ષ કરી રહયો છે પ્રહારો

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહીમાં ડેમોક્રેટિક પાર્ટીના નિયંત્રણ વાળી ન્યાયિક કમિટીએ તેમના વિરુદ્ધ ઔપચારિક આરોપો નક્કી કરી દીધા છે. ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગમાં આ એક મહત્વપૂર્ણ ભાગ છે.

આ કમિટીના ચેરમેન અને ડેમોક્રેટિક નેતા જેરી નાડલેર અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ બે મુખ્ય આરોપો છે. પહેલો એ કે ટ્રમ્પે સત્તાનો ખોટો ઉપયોગ કર્યો છે અને બીજો એ કે અમેરિકી રાષ્ટ્રપતિએ સંસદના કામમાં રોડા નાંખ્યા છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે રાજનૈતિક લાભ માટે યુક્રેનને મળનારી આર્થિક મદદને રોકી દીધી હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, જો યુક્રેન તેમના અનુસાર તપાસ શરુ કરે છે તો અમેરિકા તેને 40 કરોડ ડોલરની સૈન્ય મદદ કરશે અને ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરશે. વિપક્ષ ડેમોક્રેટ્સનું કહેવું છે કે એક નબળા અમેરિકી સહયોગી પર દબાણ કરવું તે સત્તાનો ખોટો ઉપયોગ છે. ફેન પર થયેલી આ વાતમાં ટ્રમ્પે યૂક્રેનના રાષ્ટ્રપતિ સાથે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર અને તેમના દિકરા હંટર બાઈડેન વિરુદ્ધ તપાસ કરવા માટે કહ્યું હતું. હંટર બાઈડેન યુક્રેન એક ઉર્જા કંપનીના બોર્ડ સભ્ય બન્યા હતા, જ્યારે તેમના પિતા એટલે કે બાઈડન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા.

અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાની ન્યાયિક કમિટીના અધ્યક્ષ જેરોલ્ડ નડલરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વાત કહી હતી. નડલરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહાભિયોગનો સામનો કરવાને પાત્ર છે. તેમણે એવા ઘણા ગુના કર્યા છે કે જેના આધાર પર તેમના પર મહાભિયોગ ચલાવવામાં આવી શકે.