અમેરિકાની પાક.ને ચેતવણી: હાફીઝ સહિતના લોકો કાર્યવાહી કરો

વોશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાનને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની મહત્વપૂર્ણ બેઠક પહેલા મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાનને પોતાની ધરતી પર આતંકવાદી સમૂહોનના સંચાલનને રોકવું જોઈએ.

અમેરિકી વિદેશ વિભાગના દક્ષિણ અને મધ્ય એશિયાઈ બ્યૂરોના પ્રમુખ એલિસ વેલ્સે પણ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવાના શીર્ષ ચાર નેતાઓની ધરપકડનું સ્વાગત કર્યું. પાકિસ્તાનની એજન્સીઓએ આતંકવાદને પોષણ આપવાના આરોપમાં પ્રતિબંધિત લશ્કર, જમાત ઉદ દાવાના શીર્ષના ચાર નેતાઓની ધરપકડ કરી. પકડવામાં આવેલા ટોચના ચાર આતંકવાદીઓની ઓળખ પ્રોફેસર જફર ઈકબાલ, યાહયા અઝીઝ, મહોમ્મદ અશરફ અને અબ્દુલ સલામના રુપમાં કરવામાં આવી છે.

વેલ્સે ટ્વીટ કરીને કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાનને પોતાના ભવિષ્ય માટે આતંકવાદી સમૂહોને પોતાની ધરતી પર કામ કરતા રોકવા જોઈએ. તેમણે કહ્યું કે અમે આનું સ્વાગત કરીએ છીએ કે પાકિસ્તાને લશ્કરના 4 આતંકવાદીઓની ધરપકડ કરી. લશ્કરના શાતિર હુમલાઓના પીડિતોને હવે આતંકી હાફિઝ સઈદ પર કાર્યવાહીની રાહ છે. વેલ્સની આ ટિપ્પણી FATF  ની બેઠક પહેલા આવી છે. પાકિસ્તાન અત્યારે ગ્રે લિસ્ટમાં છે અને આતંક વિરુદ્ધ જો તેના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ પ્રભાવી નથી લાગતા તો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનનો પોતાની ધરતી પર સક્રીય આતંકીઓને પકડવાનો અને બાદમાં છોડી દેવાનો લાંબો ઈતિહાસ છે.

પાકિસ્તાનને ગત વર્ષે જૂનમાં પેરિસ સ્થિત આ વોચડોગ દ્વારા ગે લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું હતું અને આને ઓક્ટોબર 2019 સુધી ટેરર ફંડિંગ અને મની-લોન્ડ્રિંગને લઈને કાર્યવાહીની યોજના બનાવવામાં આવી હતી. આવું ન કરવા પર તે બ્લેક લિસ્ટ થઈ શકે છે. પાકિસ્તાનના પ્રદર્શનની ચાલી રહેલી સમીક્ષા બાદ એ નિર્ધારિત કરવામાં આવશે કે શું તે ગ્રે લિસ્ટમાં જ રહેશે કે પછી બ્લેક લિસ્ટ થશે કે પછી તેને ફરીથી ક્લીન ચીટ મળશે.

વેલ્સે ગત મહિને પણ પાકિસ્તાનને સઈદ અને મસૂદ જેવા આતંકીઓ પર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન તણાવમાં ઘટાડો આવવો તે આતંક વિરુદ્ધ પાકિસ્તાનની ગંભીરતા પર નિર્ભર કરશે.