અમીરોએ એમ્બ્યૂલન્સને બનાવી ટેક્સી, જોતજોતાંમાં નીકળી જાય છે ટ્રાફિકમાંથી…

તહેરાનઃ એક શહેર એવું છે કે જ્યાં ભયંકર ટ્રાફિક જામ થાય છે. 10 મીનિટનું અંતર કાપવામાં કલાકથી વધારેનો સમય લાગી જાય છે. સેલિબ્રિટી અને અમીર લોકોએ આનો પણ ઉપાય શોધી કાઢ્યો છે. તેઓ એમ્બ્યુલન્સને ટેક્સીની જેમ ઉપયોગ કરે છે. મેડિકલ સર્વિસના દુરુપયોગનો ચોંકાવનારો આ કિસ્સો ઈરાનની રાજધાની તહેરાનનો છે.

તહેરાન શહેરની વસતી 1 કરોડ 40 લાખ જેટલી છે. શહેરમાં અનિયંત્રિત કંસ્ટ્રક્શન અને વિકાસના કારણે ભારે ટ્રાફિક જામ થવા લાગ્યો છે. મીડિયા રિપોર્ટમાં આને ટ્રાફિક જામ માટે દુનિયાનું સૌથી ખરાબ શહેર ગણવામાં આવે છે. દિવસભર લોકોને અહીં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેનાથી બચવા માટે અમીરોએ એમ્બ્યુલન્સનો દુરુપયોગ શરુ કરી દીધો છે.

તાજેતરમાં જ નાઝી પ્રાઈવેટ એમ્બ્યુલન્સને ફોન કરીને એક ફેમસ ફૂટબોલરે એમ્બ્યૂલન્સની માગ કરી હતી. પરંતુ તેણે ખુલ્લેઆમ જણાવી દીધું કે તેના ઘરમાં કોઈ બીમાર નથી. તે એમ્બ્યુલન્સનો ઉપયોગ ટેક્સીના રુપમાં કરવા ઈચ્છે છે. પ્રાપ્ત વિગતો અનુસાર નાઝી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સર્વિસના મહમૂદ રાહિમીએ જણાવ્યું કે અમને એક્ટર, એથલીટ, અને અમીર લોકો આ પ્રકારના ફોન કરે છે.

તો તહેરાનના પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સર્વિસના પ્રમુખ મોજતાબા લહારસેવીએ કહ્યું કે આ મામલો ખૂબ આગળ વધી ગયો છે. હવે આ સેલિબ્રિટી સુધી સીમિત નથી. ઘણીવાર પ્રાઈવેટ ટ્યૂશન ટીચર પણ એમ્બ્યૂલન્સને ટેક્સીની જેમ ઉપયોગમાં લે છે, જેથી સમય પર ક્લાસમાં પહોંચી શકાય.

રિપોર્ટ અનુસાર તહેરાન પ્રોક્યૂટર જનરલે આદેશ જાહેર કરીને પોલીસને એમ્બ્યૂલન્સના દુરુપયોગના મામલાઓને પકડવા માટે કહ્યું છે. જે લોકો બીમાર નથી તે લોકોને એમ્બ્યુલન્સ સેવા આપનારી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત પણ કહેવામાં આવી છે.

તો નાઝી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સર્વિસના મહમૂલ રહિમીએ કહ્યું કે હવે ઘણાં લોકો એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સને રસ્તો નથી આપતાં. કારણ કે તેમને લાગે છે કે કોઈ મૃત્યુ સામે ઝઝુમી રહેલો દર્દી આ એમ્બ્યુલન્સમાં નથી પરંતુ કોઈ સેલિબ્રિટી વાળ કપાવવા માટે જઈ રહ્યાં હશે. સોશિયલ મીડિયા પર ઘણા ઈરાની લોકોએ વ્યંગ કરતા લખ્યું છે કે દેશના પોપ્યુલર ટેક્સી એક SNAP ને હવે એમ્બ્યુલન્સ સર્વિસ શરુ કરી દેવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]