એમેઝોનના CEO જેફ બેજોસ વગાડશે બીજા લગ્નની શરણાઇ

સાન ફ્રાંસિસ્કોઃ એમેઝોનના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ પોતાના પતિ સાથે છૂટાછેડા લેવાની તૈયારીમાં છે. આ સપ્તાહે કોર્ટમાં દાખલ દસ્તાવેજોના આધારે આ માહિતી મીડિયાને આપવામાં આવી છે.

છુટાછેડા લીધા બાદ ટેલીવિઝન હોસ્ટ સાંચેજ પોતાના અરબપતિ બોયફ્રેન્ડ બેજોસ સાથે લગ્ન કરી શકશે. પ્રાપ્ત વિગતો અનુસાર, સેલિબ્રિટીની વકીલ લોરા વાસેરે હોલીવુડ પાવર પ્લેયર પૈટ્રિક વ્હિટસેલ સાથે સાંચેજના છુટાછેડાની મધ્યસ્થતા કરી. આને આ મહિનાના અંત સુધીમાં અંતિમ રુપ આપવામાં આવશે.

સાંચેજે વ્હિટસેલથી વર્ષ 2005 માં લગ્ન કર્યા હતા. ગત વર્ષે બંન્ને અલગ થયા હતા, દંપતિના બે બાળકો પણ છે. એમેઝોનના સીઈઓ બેજોસે પોતાની પત્ની મૈકેંજી સાથે પહેલા જ છુટાછેડા લઈ લીધા હતા. એપ્રીલમાં બંન્નેના છુટાછેડા થયા હતા.

જેફ બેજોસ એમેઝોનના ફાઉન્ડર સીઈઓ છે. તેમનો જન્મ ન્યૂ મેક્સિકોમાં થયો અને પાલન પોષણ હ્યુસ્ટનમાં થયું હતું. વર્ષ 1986 માં તેમણે પ્રિંસટન યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું.

વર્ષ 1994 માં તેમણે એમેઝોનની શરુઆત કરી હતી. પહેલા આ કંપનીનું નામ કૈડેબ્રા અને બાદમાં બદલીને એમેઝોન રાખવામાં આવ્યું હતું. કારણ કે જેફના એક સાથીએ કંપનીનું નામ કૈડેબ્રાની જગ્યાએ કૈડેવર વાંચ્યું.

શરુઆતમાં એમેઝોન પર માત્ર પુસ્તકો વેચાતા હતા, આની સાથે જ જેફ એક ગેરેજમાં કામ કરતા હતા. સાથે જ તેઓ એમેઝોન પર પણ ધીમે-ધીમે વસ્તુઓ સેલ કરવા લાગ્યા. અને હવે એમેઝોન દુનિયાની સૌથી મોટી અને સફળ વેબસાઈટ્સ પૈકી એક છે. વર્ષ 2018 માં આ કંપનીની કુલ નેટવર્થ આશરે 900 બિલિયન ડોલર રહી. તો જેફ બેજોસની પોતાની નેટવર્થ 150 બિલિયન ડોલર છે.

હવે જેફે ઘણી અન્ય કંપનીઓ પણ ખરીદી લીધી છે જેમાં Whole Foods, The Washington Post, Twitch અને IMDB નો સમાવેશ થાય છે. જેફ પાસે તેમની પહેલી કંપની એમેઝોનના 17 ટકા શેર છે. વર્ષ 2017 માં જેફ બેજોસે દર વર્ષે સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં પ્રથમ સ્થાન પર આવનારા બિલ ગેટ્સને મ્હાત આપી હતી. જેફ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. જેફ બેજોસે 1994 માં લગ્ન કર્યા હતા અને તેમના 4 બાળકો પણ છે.