કેનેડામાં ‘શીખ કટ્ટરપંથ’ હટાવાતાં કેપ્ટન અમરિંદરસિંહે કર્યો વિરોધ

નવી દિલ્હીઃ કેનેડા સરકાર દ્વારા આતંકવાદ પર પોતાના 2018નો રિપોર્ટમાં શીખ કટ્ટરપંથના સંદર્ભને હટાવવા પર પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે વિરોધ વ્યક્ત કર્યો છે. આ પહેલા સરકારે દેશ માટે શીર્ષ પાંચ આતંકી ખતરાઓ પૈકી એક તરીકે શીખ કટ્ટરપંથનો ઉલ્લેખ કર્યો હતો. અમરિંદરસિંહનું કહેવું છે કે સરકાર પોતાના રાજનૈતિક સ્વાર્થને સાધવા માટે આવું કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 2018 રિપોર્ટ ઓન ટેરરિઝમ થ્રેટ ટૂ કનાડાને ગત શુક્રવારના રોજ જાહેર કરવામાં આવ્યો. અમરિંદર સિંહે ટ્રૂડો પ્રશાસનના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે ઘરેલુ રાજનીતિના દબાણમાં આવીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ લિબરલ પાર્ટીનો એક ઢીલો નિર્ણય છે જેનો ઉદ્દેશ્ય ચૂંટણી વર્ષમાં સ્વાર્થ સાધવાનો છે. બાદમાં ભારત અને કેનેડાના સંબંધ આ નિર્ણયના કારણે ખરાબ થશે.

તેમણે કહ્યું કે દુનિયા કોઈપણ પ્રકારના કટ્ટરવાદને સહન ન કરી શકે. અમરિંદરસિંહે કહ્યું કે કેનેડાને પુરાવા પણ આપ્યા હતા કે કેવી રીતે તેમની ધરતીનો ઉપયોગ ખાલિસ્તાન વિચારધારાને વેગ આપવા માટે કરવામાં આવી રહ્યો છે. સિંહે 9 કટ્ટરપંથીઓની યાદી કેનેડાના વડાપ્રધાનને આપી હતી.

આપને જણાવી દઈએ કે સરકારના આ રિપોર્ટમાં ધર્મના કોઈ ઉલ્લેખને હટાવવા માટે ભાષામાં બદલાવ કરવામાં આવ્યો છે અને આમાં તે ચરમપંથીઓથી થતા ખતરા પર ચર્ચા કરવામાં આવી છે કે જેઓ હિંસક રીતે ભારતની અંદર સ્વતંત્ર રાજ્ય બનાવવા ઈચ્છે છે. પ્રાપ્ત વિહતો અનુસાર આતંકવાદ પરના 2018ના રિપોર્ટને ગત વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો. તે સમયે શીખ સમુદાયે આનો તીખો વિરોધ કર્યો હતો કારણ કે રિપોર્ટમાં પહેલીવાર કેનેડામાં શીર્ષ કટ્ટરપંથી ખતરાઓ પૈકી એક તરીકે શીખ ચરમ પંથને સૂચિત કરવામાં આવ્યો હતો.