માલદીવમાં એર ઈન્ડિયાનું વિમાન ભૂલમાં બાંધકામ હેઠળના રનવે પર ઉતર્યું

0
689

માલે – કેરળના તિરુવનંતપુરમથી માલદીવના આ પાટનગર શહેર સુધીની એર ઈન્ડિયાની એક ફ્લાઈટે આજે અહીંના વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂલમાં બાંધકામ હેઠળના રનવે પર ઉતરાણ કરતાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

એ રનવે પર લેન્ડ કર્યા બાદ વિમાન અટવાઈ ગયું હતું. એના બે મુખ્ય પૈડાં લેન્ડિંગ કરતી વખતે જ ફાટી ગયા હતા.

સદ્દભાગ્યે ઘટનામાં, વિમાનના તમામ 136 પ્રવાસીઓ તથા ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

A-320 વિમાનને બાદમાં ટો કરીને પાર્કિંગ બૅ ખાતે લઈ જવામાં આવ્યું હતું.