અમેરિકાના રાજદૂત પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં હુમલો, 25ના મોત

કાબુલ- અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત જલમય ખલીલજાદના પરત ફરતાની સાથે જ તાલિબાની આતંકીઓએ હુમલો કર્યો હતો.દક્ષિણપૂર્વી વિસ્તાર ગજનીના જગહોરી જિલ્લામાં થયેલા આ હુમલામાં તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનના વિશેષ દળના 10 સદસ્યો ઉપરાંત 15 નાગરિકોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અથડામણમાં 10થી નાગરિકો ઘાયલ પણ થયા છે.

તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત બુધવારથી આતંકી હુમલા ચાલી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 22 અફઘાન કમાન્ડોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે.

કાબુલમાં પણ વિશેષ દળના સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખલીલજાદ અફઘાનિસ્તાન પરત ફર્યા ત્યારથી હિંસામાં વધારો થયો છે. તેઓ યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ લાવવા માટે સમન્વય કરવા માગે છે. આ બાબતે ચર્ચા કરવા તેમણે ગત રોજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત પણ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]