અંડરવોટર ટ્રેનઃ UAEથી મુંબઈ ગણતરીના કલાકોમાં, જાણો એક સરસ યોજના વિશે…

યુએઈઃ હા, જલદી માન્યામાં ન આવે તેવી આ વાત બિલકુલ સાચી છે. UAE  ટૂંક સમયમાં આ પ્રકારની ટ્રેન બનાવી રહ્યું છે. ટેકનોલોજીના ચમત્કાર જેવી આ ટ્રેન ગણતરીના કલાકોમાં મુંબઈથી ફુજૈરાહ (યુએઈ) સુધી પહોંચી જશે. સૌથી મહત્વનું એ છે કે તે રસ્તા પર નહીં, પાણીમાં દોડશે.  સંયુક્ત આરબ અમિરાત આ ટ્રેન માટે આ અંડરવોટર ટ્રેન નેટવર્ક પર કામ કરી રહ્યું છે. જો આ યોજના સફળ થાય, તો ટૂંક સમયમાં તમે આ ટ્રેનને પ્લેનની જગ્યાએ લઈ શકો છો.

આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં યુએઈ રાષ્ટ્રીય સલાહકાર કાઉન્સિલ, નેશનલ એડ્વાઇઝર બ્યૂરોના સ્થાપક અલસાહીએ જણાવ્યું હતું કે ફ્લોટિંગ અંડરવોટર નેટવર્ક થકી યુએઈ જ નહીં ભારતને પણ ઘણો લાભા થશે. આ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં વધારો થઈ શકશે.. .ફુજૈરાહ બંદરથી ઇંધણની આયાત અને ઉત્તર મુંબઈની નર્મદા નદીના પાણીની આયાત-નિકાસમાં વધારો થશે. જોકે હજુ તો આ પ્રોજેક્ટે ઘણા પાસાઓમાંથી પસાર થવું પડશે. આ સમગ્ર રેલ નેટવર્ક 2,000 કિલોમીટર કરતાં ઓછો હશે તેવો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરાયો હતો. આપને જણાવીએ કે ફક્ત યુએઈ જ નહીં, ચીન પણ રશિયા, કેનેડા અને અમેરિકા સાથે આ રીતે જોડાવા માટે વોટર નેટવર્ક બનાવવાનું આયોજન કરી રહ્યું છે.  આ પ્રોજેક્ટ જેવી એક વધુ યોજનાની વાતમાં ગુજરાતની વાત કરીએ તો  2022 સુધી મુંબઈથી અમદાવાદને પણ વોટર ટ્રેનથી જોડવાની યોજના છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]