જળવાયુ પરિવર્તનને લઈને રોડ પર ઉતર્યા બ્રસેલ્સના 70,000 પ્રદર્શનકારી

બ્રસેલ્સઃ બ્રસેલ્સના આશરે 70,000 લોકોએ ઠંડી અને વરસાદ છતા રેલી કાઢીને પ્રદર્શન કર્યું હતું. બેલ્જિયમ સરકાર અને યૂરોપીય સંઘથી જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવને પહોંચી વળવા માટેના પ્રયાસોને વધુ તેજ કરવા માંગ કરી છે. જળવાયુને લઈને બેલ્જિયમની રાજધાનીમાં ગત બે મહિનામાં થયેલી આ ચોથી રેલી છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ રેલીને જળવાયુના મુદ્દા પર થયેલી બેલ્જિયમની અત્યાર સુધીની સૌથી મોટી રેલી ગણાવવામાં આવી રહી છે. પોલીસનું અનુમાન છે કે ગત મહિને થયેલા પ્રદર્શનના મુકાબલે આ રેલીમાં વધારે લોકો જોડાયા હતા. રાષ્ટ્રભરમાંથી આવનારી ટ્રેનો એટલી ભરાઈ હતી કે બાકીના હજારો લોકો આ રેલીમાં જોડાવા માટે સમય પર ન પહોંચી શક્યા. ગ્લોબલ વોર્મિંગ રોકવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગને લઈને બેલ્જિયમમાં આશરે 35000 છાત્રોએ રોડ પર પ્રદર્શન કર્યું હતું.

વર્તમાન સમયમાં દેશમાં કાર્યવાહક સરકાર છે એટલા માટે બેલ્જિયમની રાજનીતિ પર સીધો પ્રભાવ પડવાની આશંકા ઓછી છે. પરંતુ આ પ્રદર્શનોએ જળવાયુ પરિવર્તનને અહીંયા એક એજન્ડા બનાવી દીધો છે જ્યાં પાર્ટીઓ મે ના રાષ્ટ્રીય તેમજ યૂરોપીય સંઘની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]