અમેરિકાના અલાસ્કાના અખાતમાં 7.9નો ભૂકંપ આવ્યો, સુનામીની ચેતવણી ઈસ્યૂ કરાઈ

વોશિંગ્ટન – રીક્ટર સ્કેલ પર 7.9ની તીવ્રતા સાથે નોંધાયેલો શક્તિશાળી ભૂકંપ આજે અમેરિકાના અલાસ્કાના અખાતમાં ત્રાટક્યો છે. એને પગલે સમગ્ર સમુદ્રકાંઠા પર સુનામી મોજાં ઉછળવાની ચેતવણી બહાર પાડવામાં આવી છે. તેમજ વિસ્તારમાં રહેતા લોકોને ઉંચાઈ પર આવેલા સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે.

આ ભૂકંપની તીવ્રતા અગાઉ 8.2ની નોંધવામાં આવી હતી. આ ભૂકંપ અમેરિકાના અલાસ્કાના સમય મુજબ મધરાત બાદ 12.21 વાગ્યે સમુદ્રમાં 10 કિ.મી. ઊંડે આવ્યો હતો.

ક્યાંય જાનહાનિ થયાના કે મિલકતને નુકસાન થયાના અહેવાલ હજી સુધી મળ્યા નથી.

યૂએસ નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું છે કે અલાસ્કા દ્વીપકલ્પ, એલ્યૂશીયન ટાપુઓ સહિત અગ્નિ અને દક્ષિણ અલાસ્કા ઉપરાંત કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં સુનામી ચેતવણી ઈસ્યૂ કરવામાં આવી છે.

કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન માટે સુનામી વોચ વોર્નિંગ ઈસ્યૂ કરાઈ છે. હવાઈ ટાપુઓ પર ચેતવણી પાછી ખેંચી લેવાઈ છે.

અલાસ્કાના અખાતની આસપાસના અનેક સ્થળો, જેમ કે હોમર, સીવોર્ડ, કોડિએક, સિટકા, અનઅલાસ્કામાં રહેતા લોકોને ત્યાંથી ખસી જવાનું કહેવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]