ઈન્ડોનેશિયામાં 7.5નો ભૂકંપ આવ્યો; સુનામી મોજાંની ચેતવણી ઈસ્યૂ કરાઈ

જકાર્તા – ઈન્ડોનેશિયામાં આજે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

આ ભૂકંપ ઈન્ડોનેશિયાની નજીક આવેલા સુલાવેસી ટાપુ પર આવ્યો છે.

સત્તાવાળાઓએ દરિયામાં સુનામી મોજાં ઉછળવાની ચેતવણી ઈસ્યૂ કરી છે.

ભૂકંપને કારણે સુલાવેસીમાં કેટલાક ઘરો જમીનદોસ્ત થયા હોવાનો અહેવાલ છે.

પ્રારંભિક અહેવાલ મુજબ, એક વ્યક્તિનું મરણ નિપજ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]