ચંદ્રના ટુકડાની થઈ હરાજી: ખરીદદારોએ લગાવી કરોડો ડોલરની બોલી

ન્યુયોર્ક- વાર્તાઓના રાજા ચંદામામા હવે પુસ્તકો અને રીસર્ચ પુરતા સીમિત થઈ ગયા છે. ચંદ્ર પર સતત રીસર્ચ થતાં રહ્યાં છે. અહીં વાત છે ચંદ્ર પર ગયેલા પ્રથમ માનવ મિશન એપોલો-8ની 50મી વર્ષગાંઠ પહેલા આયોજિત એક હરાજીની. આ હરાજીમાં ચંદ્ર પરથી લાવવામાં આવેલા ત્રણ માટીના ખડકોનું ન્યૂયોર્કમાં સોવિયેત લૂના મિશન હેઠળ એક ખાનગી હરાજીમાં વેચાણ કરવામાં આવ્યું. શું તમે જાણો છો આ ચંદ્રના ખડકોની કેટલી બોલી લાગી હશે? આ હરાજીમાં ચંદ્ર પરના ખડકોનું 8.50 લાખ ડોલરમાં વેચાણ થયું. આ હરાજીમાં પૃથ્વીની બહારની વસ્તુઓની રાખવામાં આવી હતી.

આ ખડકો વાસ્તવમાં એકદમ સૂક્ષ્મ ટુકડા છે. જેની વાસ્તવિક કિંમત 7 લાખ ડોલરથી 10 લાખ ડોલર જેટલી હતી, જેનું તમામ પ્રકારના ટેક્સ અને કમિશન લગાવીને 8.50 લાખ ડોલરમાં વેચાણ થયું.

રશિયા દ્વારા 1970માં ચંદ્ર પર માનવ રહિત લૂના-16 મોકલવામાં આવ્યું હતું, જેમાં ચંદ્ર પરના ત્રણ નાના ખડકો મળી આવ્યા હતાં. આ ખડકોના નાના અંશો સૌથી પહેલા સોવિયેત સંઘના અંતરિક્ષ કાર્યક્રમના નિર્દેશક નીના ઈવાનોવ્નાના અધિકારોમાં હતી, એ પહેલાં સર્ગેઈ કોરેલેવ પાસે હતી, જેને રશિયાએ એના પતિની શહીદી માટે ભેટરૂપે આપી હતી.

હરાજી થયેલા ચંદ્રના ખડકોનું વજન માત્ર અમુક મિલીગ્રામ જેટલું જ છે. ખરીદદારોએ આ ખડકોને જોવા માટે લેન્સનો ઉપયોગ કર્યો હતો. હરાજીમાં સંશોધનકર્તાઓની પણ એક ટીમ હતી જેથી પુષ્ટી કરી શકાય કે, ચંદ્રના ટુકડા અસલી છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ચંદ્ર પરના ખડકોની હરાજી થતી રહી છે, પરંતુ મોટાભાગે હરાજી દરમિયાન ચંદ્ર પરના ખડકો કાં તો ખોટા સાબિત થતાં અથવા તો તેની ચોરી થઈ જતી હતી. અમેરિકન સરકાર ચંદ્ર પરની ખડકોની ખરીદી અને વેચાણને ઘણી સખ્ત છે.

અત્યાર સુધીમાં ચંદ્ર મિશન દરમિયાન કુલ જમા થયેલા પથ્થરોમાંથી લગભગ 184 ટુકડા ગાયબ થઈ ચૂક્યા છે. એવું માનવામા આવી રહ્યું ચે કે, ચંદ્રના આ ટુકડાની શોધમાં એક સ્ટિંગ ઓપરેશન પણ શરુ કરવામાં આવ્યું હતું, જેને ઓપરેશન લૂનર ઈક્લિપ્સ કહેવામાં આવે છે. જોકે આજદિન સુધી આ ખોવાયેલા ટુકડાઓનો કોઈ હિસાબ મળ્યો નથી.