અમેરિકન કંપનીઓનો ચીનથી મોહભંગ, ભારત તરફ મીટ માંડતી 200…

નવી દિલ્હી- અમેરિકન કંપનીઓનું ચીન તરફથી મોહભંગ થવા લાગ્યું છે. દિલચસ્પ વાત એ છે કે, આ કંપનીઓની પસંદ હવે ભારત છે. લોકસભા ચૂંટણી પછી 200 અમેરિકન કંપનીઓ ચીનમાંથી તેમનો સંપૂર્ણ કારોબાર સમેટીને ભારતમાં શિફ્ટ થઈ શકે છે. અમેરિકા સ્થિત એક એડવોકેસી ગ્રુપે તો ત્યાં સુધી કહ્યું કે, કમ્યુનિસ્ટ દિગ્ગજ રાષ્ટ્ર સામે નિપટવા માટે આ એક સારી તક છે કે અમે ભારતમાં અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરીએ.

યૂએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (USISPF)ના અધ્યક્ષ મુકેશ અધીએ પીટીઆઈને આપેલી જાણકારીમાં કહ્યું કે, અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરીને ચીનનો અન્ય વિકલ્પ શોધી રહી છે. કારણ છે, ભારતમાં ચાલી રહેલા આર્થિક સુધારા, વધતી જતી પાર્દર્શિતા અને કાયદાકીય પ્રક્રિયાઓમાં ઘટાડો. આથી અમેરિકન કંપનીઓની રુચી ભારત તરફ વધી છે. એટલું જ નહીં નવી સરકારના ગઠન પછી કંપનીઓ તેજીથી ભારતમાં શિફ્ટ થશે. જો કે, USISPF સુધારાઓમાં જડપ લાવવી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પાર્દર્શિતા લાવવાની ભલામણ પ્રમુખ રહેશે. મુકેશ અધીના જણાવ્યા અનુસાર છેલ્લા 12થી 18 મહિનામાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે, અમેરિકન કંપનીઓ ઈ-કોમર્સ અથવા ડેટા સ્ટોરેજ વગેરે પર મહત્વના નિર્ણયો લઈ રહી છે. આ પગલાને તેમનું ભારત તરફ વધતુ આકર્ષણ તરીકે જોઈ શકાય.

આ બાજુ ભારત પણ ચીનથી આયાત થતાં સસ્તા માલ સામાનથી પરેશાન છે. જો ભારતમાં મોટા પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ યૂનિટો સ્થાપવામાં આવે અને તેમાંથી સસ્તા સામાનનું ઉત્પાદન થવા લાગે તો, આપમેળે જ ચીનથી આયાત ઘટી જશે. આ અગં ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી (એટીએફ) અંગે વિચારવું જોઈએ. એટીએફથી ભારત અને અમેરિકા એક બીજાના બજારો પર સીધી પહોંચ બનાવી શકશે. અમેરિકાના જનરલાઈઝ સિસ્ટમ ઓફ પ્રીફ્રેંસ (જીએસપી) નો મુદ્દો ઉકેલાય જશે.

આટલી મોટી સંખ્યામાં અમેરિકન કંપનીઓ ભારતમાં શિફ્ટ થવાના દાવા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આટલું રોકાણ કેવી રીતે આવશે અને ચીનનું નુકસાન ભારત કેવી રીતે ભરપાઈ કરી શકશે. આ અંગે USISPFનું કહેવું છે કે, છેલ્લા 4 વર્ષમાં તેમની સભ્ય કંપનીઓએ 50 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. એટલું જ નહીં ભારત એક મોટું બજાર છે. ભારતમાં સામાનનું મેન્યુફેક્ચરિંગ થવાને કારણે ઉત્પાદન ખર્ચ ઘટી જશે અને ભારતીય લોકોને સસ્તા ભાવે વસ્તુ મળી રહેશે.