તાઈવાનમાં ટ્રેન પાટા પરથી ખડી પડતાં 18નાં મરણ, 160થી વધુ ઘાયલ

તાઈપેઈ – તાઈવાનના આ પાટનગર શહેર નજીક આજે એક ટ્રેન પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા 18 જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં 160થી વધુ લોકો ઘાયલ થયા છે.

હાઈ-સ્પીડ પૂયુમા એક્સપ્રેસને અકસ્માત નડ્યો ત્યારે એ તાઈપેઈના ઉપનગર તાઈતુંગ તરફ જતી હતી. ત્યારે એમાં 300 જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા.

ટ્રેન સ્થાનિક સમય મુજબ આજે સાંજે લગભગ 4.50 વાગ્યે પાટા પરથી ખડી પડી હતી.

આ ટ્રેન માત્ર 6 વર્ષ જૂની હતી અને ગયા જ વર્ષે એનું ઈન્સ્પેક્શન તથા મોટું મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]