પોલેન્ડની બાળકી અલિસ્જાએ પીએમ મોદીને લખ્યો ભાવભર્યો પત્ર, કહ્યું કે..

પણજીઃ પોલેન્ડની રહેવાસી 11 વર્ષીય અલિસ્જા વાનાટકોએ વડાપ્રધાન મોદી અને વિદેશપ્રધાનને એક પત્ર લખ્યો છે. અલિસ્ઝાએ પત્રમાં વડાપ્રધાન અને વિદેશપ્રધાનને અપીલ કરી છે કે, થોડા સપ્તાહ પહેલાં સુધી ગોવા તેમનું ઘર હતું અને હવે ફરીથી તેને ગોવામાં રહેવાની મંજૂરી આપવામાં આવે. બાળકીએ લખ્યું કે તે ભારત પરત આવવા માગે છે.

અલિસ્જાએ પીએમ મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને અપીલ કરી છે કે તેને અને તેની માતાને ફરી ગોવામાં રહેવાની મંજૂરી આપવામાં આવે. પત્રમાં તેણે લખ્યું કે ગોવામાં પોતે વિતાવેલા સમયને ખૂબ યાદ કરે છે અને ભારતમાં માણેલી ખુશીની પળોને પણ યાદ કરે છે.

તેણે પત્રમાં લખ્યું કે, હું ગોવામાં મારી સ્કૂલને ખૂબ જ પ્રેમ કરતી હતી, ત્યાંના સુંદર પ્રાકૃતિક દ્રશ્યો અને પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરમાં ગાયોની દેખભાળને કરવાની મારી દિનચર્યાને યાદ કરું છું. અલિસ્જાની માતાએ તેમના ટ્વીટર પર તે પત્ર પણ શેર કર્યો છે.

11 વર્ષની આ બાળકીએ પત્રમાં લખ્યું કે થોડો સમય પહેલા તેની માતા દેશની બહાર ગઈ અને ફરી તેને અને તેની માતાને ભારત ફરવાની મંજૂરી આપવામાં નહોતી આવી. કિશોરીએ પત્રમાં જણાવ્યું કે, 24 માર્ચ બાદ મારી માતા ભારત પરત ફરી શકી નહોતી કારણ કે તેમને કહેવામાં આવ્યું કે તેમના વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયો છે. આ કારણે જ અમને બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવ્યા. જોકે આમાં અમારી કોઈ ભૂલ નથી. હાલ તો હું મારી માતા સાથે છું પરંતુ મારી જૂની લાઈફ અને ગોવાને ખૂબ જ મિસ કરું છું.

અલિસ્જાએ પીએમ મોદીને અપીલ કરી છે કે તેનું અને તેની માનું નામ બ્લેકલિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને ફરીથી ગોવામાં રહેવાની અનુમતિ મળે. એપ્રિલમાં અલિસ્જાની માતા મારતુશકા કોતલારસ્કાએ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને તેની દીકરી સાથે મળવા દેવાની અપીલ કરી હતી.

મારતુશકાને બેંગ્લુરુંના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝા અવધિ કરતા વધારે સમય સુધી રહેવાને કારણે ડિટેન કરવામાં આવી હતી. બાદમાં મારતુશકાને માનવીય આધાર પર પોતાના દેશ પરત ફરવાની મંજૂરી આપી હતી અને પોતાની દીકરી સાથે તેને ભારત છોડીને નીકડવું પડ્યું હતું. હાલ માદીકરી બંને કંબોડિયામાં રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]