બ્રાઝીલની હાઈ સિક્યોરિટી જેલ પર હુમલો, 105 કેદી ફરાર

બ્રાઝીલ- બ્રાઝીલની સૌથી સુરક્ષિત ગણાતી જેલ પર અજાણ્યા શખ્શોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 105 કેદીઓ ભાગવામાં સફળ રહ્યાં હતા. જોકે જેલ પ્રશાશને 50 કેદીઓને પકડી પાડ્યાં છે. પરંતુ અન્ય 55 કેદીઓ હજી પણ ફરાર છે.જેલ પ્રશાશન દ્વારા મળતી માહિતી મુજબ ચાર વાહનો પર 20 લોકો રાઈફલ અને વિસ્ફોટકો લઈને જેલ પરિસરમાં ઘુસી આવ્યા હતા. ત્યારબાદ ગાર્ડ પોસ્ટ, બેરેક, અને જેલના મુખ્ય દ્વાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેના ફાયરિંગમાં જેલનો મુખ્ય દરવાજો પડી ગયો હતો.  દરમિયાન જેલમાંથી 105 કેદી ભાગી છૂટ્યા હતા. જોકે પોલીસે 50 કેદીઓને તરત જ ઝડપી પાડ્યા હતા. જ્યારે 55 અન્ય ભાગી છૂટ્યા હતા.

બીજી તરફ હથિયારોથી સજ્જ હુમલાખોરોના અન્ય એક સમુહે પાસેનો હાઈવે જામ કર્યો હતો અને એક પોલીસકર્મીને ગોળી મારી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઉપરોક્ત જેલ અને હાઈવે પર સર્જાયેલી બન્ને ઘટનાઓના તાર પરસ્પર જોડાયેલા હોવાનું પોલીસનું માનવું છે. સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને જે પરેબા વિસ્તારની જેલમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે ત્યાંની યુનિવર્સિટી, કેટલીક સ્કૂલો અને હોસ્પિટલ સુરક્ષાકારણોને ધ્યાનમાં રાખીને અસ્થાયીરુપે બંધ કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]