પાક.ના સિંધ પ્રાંતમાં એક વર્ષમાં 1 હજાર હિંદૂ-ઈસાઈ યુવતીઓનું જબરદસ્તી ધર્માંતરણઃ રિપોર્ટ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના સ્વતંત્ર માનવાધિકાર સંગઠને દેશમાં હિન્દુ અને ઈસાઈ યુવતીઓના જબરદસ્તી ધર્માંતરણ અને લગ્ન પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગત વર્ષે માત્ર સિંધ પ્રાંતમાં જ આ પ્રકારના 1000 જેટલા મામલાઓ સામે આવ્યા છે. પોતાના વાર્ષિક રિપોર્ટમાં પાકિસ્તાન માનવાધિકાર આયોગે કહ્યું કે સરકારે આ પ્રકારે જબરદસ્તી કરવામાં આવતા લગ્નોને રોકવા માટે ભૂતકાળમાં ખૂબ થોડા પ્રયત્નો કર્યા છે. તેમણે સાંસદો પાસેથી આ ચલણને ખતમ કરવા માટે પ્રભાવી કાયદો બનાવવા કહ્યું છે.

આયોગે કહ્યું કે 335 પેજના “2018 માનવાધિકાર સ્થિતી” રિપોર્ટમાં કહ્યું છે કે 2018માં સિંધ પ્રાંતમાં જ હિન્દૂ અને ઈસાઈ યુવતીઓ સંબંધિત અનુમાનિત એક હજાર મામલાઓ સામે આવ્યા છે. જે શહેરોમાં વારંવાર આવા મામલાઓ કે ઘટનાઓ ઘટી છે તેમાં ઉમરકોટ, થરપારકર, મીરપુરખાસ, બદીન, કરાંચી, ટંડો અલ્લાહયાર, કશ્મોર અને ઘોટકીનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં જબરદસ્તી ધર્માંતરણ અને જબરદસ્તી લગ્નનો કોઈ પ્રમાણિક આંકડો ઉપસ્થિત નથી. તેમાં જણાવવામાં આવ્યું છે કે સિંધ બાલ વિવાહ રોકથામ અધિનિયમ 2013 ને પ્રભાવી રીતે લાગુ નથી કરવામાં આવ્યું અને જબરદસ્તી લગ્નો પર સરકારની પ્રતિક્રિયા મળતી આવી છે.

રિપોર્ટ અનુસાર જો પોલીસની મીલી-ભગત ન રહી તોપણ મોટાભાગના મામલાઓમાં તેનું વલણ અસંવેદનશીલ રહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2018 માં પાકિસ્તાનમાં પોતાની આસ્થા અનુસાર જિંદગી જીવવા પર અલ્પસંખ્યકોનો સામનો કર્યો, તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાંસુધી કે ઘણા મામલાઓમાં તેમના મોત પણ થયા.