ભારત જાપાન વચ્ચે 15 સમજૂતી થઈ, કયા સેકટરમાં કરાર થયાં તે જાણો

ગાંધીનગર– ઈન્ડિયા જાપાન એન્યુઅલ સમિટમાં ગુરુવારે ભારત અને જાપાન વચ્ચે 15 કરાર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની પીએમ શિન્ઝો એબેની ઉપસ્થિતીમાં 15 સમજૂતી પર સહીસિક્કા થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એક વર્ષમાં જાપાનું ભારતમાં 80 ટકા રોકાણ વધ્યું છે. જાપાની બિઝનેસમેન ભારતમાં પોતાની વધુમાં વધુ રેસ્ટોરન્ટ ખોલે. તેમજ શિન્ઝો એબેએ ભારતના આર્થિક સુધારાના વખાણ કર્યા હતા. અને જીએસટીના અમલીકરણ માટે અભિનંદન આપ્યા હતા. સમજૂતી કરાર પછી પીએમ મોદીએ જણાવ્યું હતુ કે ઈન્ડિયા પોસ્ટ અને જાપાન પોસ્ટ ભારતમાં રહેલા જાપાનીઓ માટે કુલ બોક્સ સર્વિસ શરૂ કરશે. જેથી ભારતમાં રહેલા જાપાનીઓ પોતાની પસંદનું જમવાનું જાપાનથી ઓર્ડર કરીને મંગાવી શકશે.

ભારત-જાપાન વચ્ચે 15 સમજૂતી

(1) સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઈન્ટરનેશનલ જોઈન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ એગ્રીમેન્ટ

(2) જાપાનના AIST અને ભારતના DBT ની વચ્ચે જોઈન્ટ રીસર્ચ કોન્ટ્રેક્ટ

(3) DBT અને નેશનલ ઈન્સ્ટિયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની વચ્ચે એમઓયુ

(4) રીસર્ચની સાથે જોડાયેલી એક્ટિવિટીના સહયોગ માટે એમઓયુ

(5) ઈન્ટરનેશનલ એકેડમી એન્ડ સ્પોર્ટ્સ પર LNIPE  અને નિપોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિવર્સિટીની વચ્ચે એમઓયુ

(6) ઈન્ટરનેશનલ એકેડમી એન્ડ સ્પોર્ટ્સ પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને નિપોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિવર્સિટીની વચ્ચે એમઓયુ

(7) LNIPE અને યુનિવર્સિટી ઓફ તુસકુબા, જાપાનની વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ

(8) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને યુનિવર્સિટી ઓફ તુસકુબા, જાપાનની વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ

(9) ઈન્ડિયા અને જાપાનની વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન રોડ મેપ

(10) મેક ઈન ઈન્ડિયા માટે જાપાન-ઈન્ડિયા સ્પેશ્યિલ પ્રોગ્રામ પર એમઓસી

(11) સિવિલ એવિએશન કોર્પોરેશન પર આરઓડી

(12) ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પર એમઓસી

(13) જાપાની લેંગ્વેજ એજ્યુકેશન પર એમઓસી

(14) ઈન્ડિયા-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ

(15) કૂલ ઈએમએસ સર્વિસને લાગુ કરવા માટે એડમિનિસ્ટ્રેટિવ ઈન્સ્ટ્રક્શન

ક્રમ સમજૂતીઓ વર્ણન
આપત્તિ જોખમ વ્યવસ્થાપન
1 પ્રજાસત્તાક ભારતની સરકારના ગૃહ મંત્રાલય અને જાપાનની સરકારની કેબિનેટ ઓફિસ વચ્ચે એમઓસી આપત્તિનું જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં સહકાર અને જોડાણ તથા આપત્તિ નિવારણ પર અનુભવો, જાણકારી અને નીતિઓ વહેંચવાનો ઉદ્દેશ.
સી. કૌશલ્ય વિકાસ
2 ભારતમાં જાપાનીઝ ભાષાના શિક્ષણના ક્ષેત્રમાં એમઇએ અને જાપાનના એમઓએફએ વચ્ચે એમઓસી ભારતમાં જાપાનીઝ ભાષાના શિક્ષણના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધો અને સહકારને વધુ ગાઢ બનાવવો
ડી. કનેક્ટિવિટી
3 ઇન્ડિયા જાપાન એક્ટ ઇસ્ટ ફોરમ ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કાર્યદક્ષ અને અસરકારક રીતે જોડાણ વધારવું અને વિકાસલક્ષી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવું
. આર્થિક અને વાણિજ્યિક
4 કૂલ ઇએમએસ સર્વિસના અમલીકરણ માટે વહીવટી સૂચના પર ઇન્ડિયા પોસ્ટ અને જાપાન પોસ્ટ વચ્ચે વ્યવસ્થા જાપાન પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ વચ્ચે કૂલ ઇએમએસ સર્વિસની વાણિજ્યિક વ્યવસ્થાના અમલીકરણનો ઉદ્દેશ, જેની મારફતે ભારતમાં જાપાનીઝ પ્રવાસીઓ માટે જાપાનમાંથી તાજું ભોજન ઠંડા બોક્ષમાં મોકલી શકાશે
F. રોકાણ (ગુજરાત)
5 ડીઆઇપીપી અને એમઇટીઆઇ વચ્ચે ઇન્ડિયા-જાપાન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન રોડ મેપ ભારતમાં જાપાનના રોકાણને વધારવું
6 એમઇટીઆઇ અને ગુજરાત વચ્ચે માંડલ બેચરાજી-ખોરજમાં જાપાન-ઇન્ડિયા સ્પેશિયલ પ્રોગ્રામ ફોર મેક ઇન ઇન્ડિયા માટે એમઓસી માંડલ બેચરાજી-ખોરજ પ્રાંતમાં માળખાગત વિકાસ કાર્યક્રમોમાં સહકાર સ્થાપિત કરવા
જીનાગરિક ઉડ્ડયન
7 નાગરિક ઉડ્ડયન (ખુલ્લા આકાશ) પર આરઓડીનું આદાનપ્રદાન તે ભારત અને જાપાન વચ્ચે આકાશ ખુલ્લું મૂકાશે એટલે ભારતીય અને જાપાનીઝ એરલાઇન્સ એકબીજાના દેશોના પસંદગીના શહેરોમાં અમર્યાદિત ફ્લાઇટ ઉડાવી શકે છે.
એચવિજ્ઞાન અને ટેકનોલોજી
8 ઇન્ટરડિસિપ્લિનરી થિયોરિટિકલ એન્ડ મેથેમેટિકલ સાયન્સિસ પ્રોગ્રામ (આઇથીમ્સ), રાઇકેન અને નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસ (સિમોન્સ-એનસીબીએસ) માટે સમજૂતી બંને દેશો વચ્ચે સૈદ્ધાંતિક જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં જોડાણ કરવા પ્રતિભાશાળી યુવાન વૈજ્ઞાનિકોને ઓળખવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત આદાનપ્રદાન કાર્યક્રમ સ્થાપિત કરવો
9 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિઅલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એઆઇએસટી), જાપાન અને બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) વચ્ચે સંયુક્ત સંશોધનનો કરાર જાપાનના એઆઇએસટીમાં ડીબીટી એઆઇએસટી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટ્રાન્ઝિશનલ એન્ડ એન્વાયર્મેન્ટ રિસર્ચ (ડીએઆઇ સેન્ટર) નામનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપિત કરવું અને સંયુક્ત સંશોધન કરવું, જેનો ઉદ્દેશ બંને સંસ્થાઓ અને દેશોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે
10 ડીબીટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એઆઇએસટી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) ડીબીટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એઆઈએસટી વચ્ચે લાઇફ સાયન્સ અને બાયોટેકનોલોજી વચ્ચે સંશોધનાત્મક જોડાણને પ્રોત્સાહન આપવું
I. રમતગમત
11 લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (એલએનઆઇપીઇ) અને નિપ્પોન સ્પોર્ટસ સાયન્સ યુનિવર્સિટી, જાપાન (એનએસએસયુ) વચ્ચે આંતરરાષ્ટ્રીય અકાદમિક અને રમતગમતના આદાનપ્રદાન પર એમઓયુ (સમજૂતીકરાર) લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ભારત અને નિપ્પોન સ્પોર્ટસ સાયન્સ યુનિવર્સિટી, જાપાન વચ્ચે આંતરરાષ્ટ્રીય શિક્ષણ સહકાર અને આદાનપ્રદાન વધારવા અને સુલભ કરવા
12 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપ્પોન સ્પોર્ટ્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને રમતગમતના આદાનપ્રદાન પર સમજૂતીકરાર (એમઓયુ) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપ્પોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિવર્સિટી, જાપાન વચ્ચે આંતરરાષ્ટ્રીય શિક્ષણ સહકાર અને આદાનપ્રદાનને વધારવા અને સુલભ કરવા
13 લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (એલએનઆઇપીઇ) અને યુનિવર્સિટી ઓફ ત્સુકુબા, જાપાન વચ્ચે ઇરાદાપત્ર (એલઓઇ) લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ભારત અને યુનિવર્સિટી ઓફ ત્સુકુબા, જાપાન વચ્ચે વ્યૂહાત્મક જોડાણ, સંયુક્ત સંશોધનાત્મક કાર્યક્રમ અને આદાનપ્રદાનને મજબૂત કરવું
14 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જાપાનની યુનિવર્સિટી ઓફ ત્સુકુબા વચ્ચે ઇરાદાપત્ર (એલઓઇ) જાપાનની યુનિવર્સિટી ત્સુકુબા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે વ્યૂહાત્મક જોડાણ, સંયુક્ત સંશોધનાત્મક કાર્યક્રમ અને આદાનપ્રદાનને મજબૂત કરવું
જે. એકેડેમિક/થિન્ક ટેન્ક
15 સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે આરઆઇએસ અને આઇડીઇ-જેટ્રો વચ્ચે સમજૂતીકરાર સંશોધનના તારણોના પ્રસારની અસરકારકતા અને સંશોધનની ક્ષમતાને વધારવા આરઆઇએસ અને આઇડીઇ-જેટ્રો વચ્ચે સંસ્થાગત સહકારને પ્રોત્સાહન
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]