હાર્દિક પટેલની કોંગ્રેસને ચેતવણીઃ કેવી રીતે આપશો અનામત ?

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાની ઓફર કરી ચુકેલ કોંગ્રેસ સામે પાટીદાર નેતા હાર્દિક પટેલે અનામત અંગે પ્રશ્ન પુછીને અલ્ટીમેટમ આપી દીધું છે. હાર્દિક પટેલે શનિવારે ટ્વીટ કરીને કોંગ્રેસને ચેતવણી આપી છે કે તેઓ 3 નવેમ્બર, 2017 સુધીમાં પાટીદારોને બંધારણીય રીતે અનામત કેવી રીતે આપશે તે અંગે પોતાની વાત સ્પષ્ટ કરે.હાર્દિક પટેલે ચેતવણી આપતા કોંગ્રેસને કહ્યું છે કે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરે, નહી તો સુરતમાં અમીત શાહ જેવો મામલો થશે. અત્રે નોંધનીય છે કે સુરતમાં અમિત શાહની રેલમાં પાટીદારોએ ભારે ધમાલ કરી હતી અને તોડફોડ પણ કરી હતી. હાર્દિક પટેલ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહ જેવા સ્ટેજ પર પહોંચ્યા ત્યારે હાર્દિક હાર્દિકના નારા લાગ્યા હતા, પછી પોલીસ બોલાવી પડી હતી, અને સ્થિતીને નિયંત્રણમાં લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]