અમદાવાદ: આંબાવાડીમાં ધોળે દિવસે ઓફિસમાં જ યુવતીની હત્યા

અમદાવાદ:  આંબાવાડીના અમૂલ્ય કૉમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતી ઇશાની પરમાર (ઉ.વ.27)ની હત્યા કરવામાં આવી છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અમૂલ્ય કૉમ્પ્લેક્સમાં આવેલી 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે ઇશાની પરમાર નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક પણ જોવા મળ્યો છે.

યુવતીની બોડીને હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]