YFLO-અમદાવાદ કાર્યક્રમમાં મહિલા ઉદ્યોગસાહસીઓએ મેળવ્યું મહત્ત્વનું માર્ગદર્શન

અમદાવાદ – હાલમાં જ ‘યંગ ફિક્કી  લેડિઝ ઓર્ગેનાઇઝશન’ (YFLO), અમદાવાદ  દ્વારા ‘આઈઆઈએમ’  ખાતે ‘મહિલા  ઉદ્યોગસાહસિકો  માટેના  કાયદા’  વિશેનો એક  સેમિનાર યોજવામાં આવ્યો હતો. એમાં YFLOની સભ્યો સાથે  અમદાવાદની અનેક મહિલા ઉદ્યોગસાહસિકો અને  મહિલા વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો.
જાણીતા કાયદા નિષ્ણાંત હિરલ  ત્રિવેદી  અને નમ્રતા  ત્રિવેદીએ આ કાર્યક્રમમાં મહિલાઓને ઉપયોગી માહિતી આપી હતી.

યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝશન, અમદાવાદનાં ચેરપર્સન શ્રીયા  દામાણીએ  એમનાં  વક્તવ્યમાં  જણાવ્યું હતું કે “લગભગ  75% મહિલાઓને એમનાં વ્યક્તિગત  અને  વ્યવસાયિક  અધિકારો વિશે  જાણકારી હોતી નથી. અમારા માટે  જરૂરી છે કે અમે આવી મહિલા ઉદ્યોગસાહસિકોને આ અંગે જાગૃત કરીએ જેથી તેઓ જીવનમાં વિકાસ સાધી શકે.”

કાયદા નિષ્ણાત હિરલ  ત્રિવેદીએ સંસ્થાની કામગીરી પ્રશંસા કરતાં કહ્યું કે શરૂઆતથી જ YFLO, અમદાવાદ મહિલા સશક્તિકરણ માટે સારો કાર્યો કરતી આવી છે. આ વખતે કાયદા અંગેના સેમિનારથી મહિલાઓની સામાન્ય કાયદા અંગેની સમજ વધશે, તેમજ તેઓને સ્વનિર્ભર થવામાં અને સન્માન સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે.

અન્ય કાયદા નિષ્ણાત નમ્રતા  ત્રિવેદીના મતે મહિલાઓનું  કાયદાકીય જ્ઞાન  દ્વારા સશક્તિકરણ થવું જોઈએ, આધુનિક જમાનામાં વધુને વધુ મહિલાઓએ વ્યવસાયમાં આગળ વધવાની સાથે  સામાન્ય કાયદાનું જ્ઞાન મેળવવું  જોઈએ.”