સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે હાજરી આપવા યોગીને આમંત્રણ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી ગુજરાત ડેલીગેશન સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાવ યોગી આદિત્યનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અવસરે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવા લખનૌ પહોંચ્યા છે.

યોગી આદિત્યનાથે પોતાના નિવાસ સ્થાને ગુજરાતના મુખ્યપ્રધાન અને ડેલીગેશનના સત્કારમાં સાંધ્ય ભોજનનું આયોજન કર્યું હતું. મુખ્યપ્રધાન સાથે રાજ્ય પ્રધાન રમણ ભાઈ પાટકર. સંસદ સભ્ય દેવુસિંહજી, ધારાસભ્યો તેમજ વરિષ્ઠ સચિવો  આ ડેલીગેશનમાં જોડાયા છે.