અમદાવાદમાં યોગીઃ ભાજપનો જયઘોષ ગુજરાતીઓની જવાબદારી, કોંગ્રેસ એટલે પરિવારવાદ

અમદાવાદ- ગુજરાત ભાજપમાં જોશ ભરવા ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં. જ્યાં તેમણે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોક ખાતેની ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે જાહેર જનતાને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપનો જયઘોષએ ગુજરાતીઓની જવાબદારી છે. નરેન્દ્ર મોદીના કારણે કાશીના ગૌરવમાં વધારો થયો છે. કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિમાંથી બહાર નથી આવી શકતી.

કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસમાં માત્ર પરિવારવાદ જ ચાલે છે, છેલ્લા 55 વર્ષોમાં કોંગ્રેસે શું કર્યું?  કોંગ્રેસ દેશની ગરીબી હટાવવા માટે શું કર્યું? પરિવારવાદે દેશને બરબાદ કરી નાખ્યો છે. કોંગ્રેસ જે કામોને જેને નામુમકીન ગણાવતી હતી તેને વડાપ્રધાન મોદીએ મુમકીન કરી બતાવ્યું.

સરદાર પટેલને જો કોઈએ સન્માન આપવાનું કામ કર્યું હોય તો તે વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે.

યોગીએ કુંભ મેળાનો ઉલ્લેખ કરતા કહ્યું કે,ધાર્મિક,આધ્યાત્મિક આસ્થાનું સન્માન માત્ર ભાજપની જ સરકાર કરી શકે છે,

2014 પહેલાં દેશમાં આતંકવાદ,નકસ્લવાદ, અને અરાજકતા ફેલાયેલી હતી. ચીન અને પાકિસ્તાનના સૈનિકો સરહદેથી ઘૂસણખોરી કરતાં હતાં અને કોંગ્રેસના લોકો ચૂપચાપ બેસી જોઈ રહ્યાં હતાં. કોંગ્રેસ આતંકવાદીઓને રક્ષણ આપવાનું કામ કરતી હતી.

વડાપ્રધાન મોદીની સરકારે 2016માં પૂર્વોતર રાજ્યોમાં નકસલીઓ પર હુમલો કરીને ખાત્મો બોલાવી દીધો હતો. જેમાં મોટી સંખ્યામાં નકસ્લીઓના રામનામ સત્ય કરી દીધાં હતાં. જમ્મુ-કશ્મીરમાં કોંગ્રેસની સરકારમાં પથ્થરબાજો પેદા થતાં હતાં વડાપ્રધાનના નેતૃત્વવાળી સરકારે ઉરી સર્જીકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદ અને દુશ્મનોને સામે ભારતની તાકાત બતાવી છે.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]