ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટીમાં વિભિન્ન વિષય પર વર્કશોપ, 500થી વધુ અધિકારીઓ ઉપસ્થિત

0
861

ગાંધીનગરઃ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ૧૨ ઓક્ટોબરે શુક્રવારે ‘યુજીસી ઓરિએન્ટેશન વર્કશોપ ઓન એડોપ્શન, પ્રમોશન એન્ડ પ્રોડક્શન ઓફ MOOCS કોર્સીસ ફોર સ્વયં પ્લેટફોર્મ’ વિષયક એક દિવસીય વર્કશોપ યોજાશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (U.G.C) અને માનવ સંશાધન વિકાસ મંત્રાલય (M.H.R.D.)ના ઉપક્રમે સવારે ૯ થી બપોરના ૪ કલાક દરમિયાન યોજાનાર આ એક દિવસીય વર્કશોપને યુ.જી.સી.ના સચિવ પ્રો.રજનીશ જૈન દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. દિવસ દરમિયાન વિવિધ ટેકનિકલ સત્રોમાં દેશભરના નિષ્ણાંતો-તજજ્ઞો માર્ગદર્શન આપશે, તેમજ પ્રશ્નમંચ યોજાશે.

આ એક દિવસીય વર્કશોપમાં વેસ્ટર્ન રિજિયનના વાઇસ ચાન્સેલરો, ડીન, સ્વયં કો-ઓર્ડીનેટર્સ, ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો સહિત અંદાજે ૫૦૦થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહી ગાંધીનગરના આંગણે વિચાર વિમર્શ કરશે તેમ, ગુજરાત ફોરેન્સીસ સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.