બે દીકરીઓ સાથે સાબરમતીમાં ઝંપલાવી માતાએ કર્યો આપઘાત

અમદાવાદઃ અમદાવાદની સાબરમતી નદીમાં એક મહિલાઓ પોતાની બે બાળકીઓ સાથે નદીમાં કુદીને આત્મહત્યા કરી છે. રવિવાર મોડી રાત્રે મહિલાએ એલીસબ્રીજ પાસે આવેલી ગુજરી બજાર નજીકથી પોતાની બે પુત્રીઓ સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. બનાવની જાણ થતા જ તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તપાસ બાદ મહિલા રજોડા ગામની રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. આ અંગે સાબરમતી રીવરફ્રન્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગઈકાલે રાજ્યમાં ત્રણ અલગઅલગ જગ્યાએ પાણીમાં કુદીને આપઘાત કરવાના બનાવો નોંધાયા હતા. આ ત્રણ ઘટનાઓમાં કુલ છ જેટલા લોકોના મૃત્યુ થયા છે જે બાકીના ત્રણ લોકોને બચાવી લેવાયા છે.

ગાંધીનગરના રાયપુર પાસે મહિલાએ પોતાની બે પુત્રીઓ સાથે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં બે પુત્રીઓનાં મોત થયા હતા. મહિલા સૈજપુર બોઘાની વતની હતી. મહિલાએ પતિ સાથે કોઈ બાબતે વિવાદ બાદ કેનાલમાં ઝંપલાવ્યું હતું. તો આ સીવાય અન્ય એક બનાવમાં મહીસાગરની નદીમાં પાંચ જેટલા લોકો ડૂબી ગયા હતા. આ પાંચ પૈકી ચાર જેટલા યુવકોના મૃત્યુ થયા હતા તેમજ એક યુવકને બચાવી લેવાયો હતો.

તો બીજી તરફ વલસાડના તિથલ દરિયાકિનારે નાહવા પડેલી બે મહિલાઓ ડૂબી હતી. ઘટનાને પગલે દરિયાકાંઠે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ આ બંને મહિલાઓને સહીસલામત બહાર કાઢી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]