આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલના એવોર્ડવિજેતા જાહેર

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ-2020 18 અને 19 ડિસેમ્બરે પસંદ થયેલી ફિલ્મો સાથે યોજવામાં આવશે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના પ્લેટફોર્મ પર દુનિયાભરનાં બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા બતાવી શકે છે અને અર્થપૂર્ણ ચિલ્ડ્રન સિનેમા જોવાનો આનંદ માણી શકે છે. આ ફિલ્મોનું સ્ક્રીનિંગ યુટ્યુબ ચેનલ-ફેસબુક પેજ ઉપર 18-19 ડિસેમ્બર, 2020 દરમિયાન પસંદ થયેલી ફિલ્મો સાથે ઓનલાઇન યોજવામાં આવશે. આ માટેની યુટ્યુબ લિન્ક આ મુજબ છેઃ https://www.youtube.com/channel/UC2EG9vhy1yEJLg737iE6wbgg

આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલને વિશ્વભરના ફિલ્મનિર્માતાઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ  વખતે ફિલ્મ ફેસ્ટિવલમાં 25 દેશોમાંથી 132 ફિલ્મ્સની એન્ટ્રી મળી છે, જેમાંથી વિવિધ કેટેગરીઝ, ફીચર ફિલ્મ, સ્ટુડન્ટ ફિલ્મ, શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મમાંથી 64 ફિલ્મો અંતિમ પુરસ્કારો માટે સ્પર્ધા માટે પસંદ થઈ છે.

આ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્ષ 2020ના એવોર્ડવિજેતા આ પ્રમાણે છેઃ GOLDEN KITE-ILAYARAJA (Feature Film), SILVER KITE-KAANBHATT (Feature Film), BRONZE KITE -KONDON (Feature Film), Best Short Film-THE NESTLING, Best Director Short Film-Mengyuan Guo, Naicheng Liu, Suhn Young Chung – Tricked (Short Film), Best Documentary Film-SFUMATO (Documentary Film), Best Director Documentary Film-AMIRALI MIRDERIKVAND-SFUMATO, Best Student Film-  A TRIVIAL THING, Special Jury Mention-GIVE IT BACK-(Student Film), Best Film-DREAMS (Short Film), Best Director- KAREN KELLY-CHIPS (Short Film), Best Actor- Ajay Kumar-ILAYARAJA (Feature Film), Best Child Actor-EKA SHUKLA- MINI (Short Film), Best Story-Mayur Puri-ARE YOU LISTENING (Short Film), Best background score-RETHEESH VEGA-ILAYARAJA (Feature Film).